________________
प्रवचन में लाक्षणिक अदा, बैंगलोरके बिहार में,
આસો વદ ૧ ર ૫-૧૦-૧૯૯૯ સોમવાર
ભાવશુદ્ધિ માટે નવપદોનું આલંબન છે. નવપદમાં સમગ્ર જિનશાસન છે. કારણ કે જિનશાસન નવપદ સ્વરૂપ જ છે.
પૂજ્ય હેમચન્દ્રસૂરિ કહે છે : 'त्वां त्वत्फलभूतान् सिद्धान्, त्वच्छासनरतान् मुनीन् ।
त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥'
હે ભગવન્ ! હું તારું જ શરણું લઉં છું. તારા શરણમાં શેષ ત્રણેય આવી જાય છે.
તારા ફળરૂપ સિદ્ધ, તારા શાસનમાં તત્પર મુનિ અને તારા શાસનનું શરણું હું લઉં છું.
પ્રભુના શાસનમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવી ગયા. મુનિમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આવી ગયા.
એક અરિહંતમાં પણ આખું જિનશાસન આવી જાય તો નવપદમાં તો સુતરાં આવી જાય.
આ વિચારણા માત્ર નવ દિવસ માટે નથી, અરે, આ ભવા માટે નથી, મુક્તિ ન મળે ત્યાં સુધી આ પકડી રાખવાનું છે.
કહે ?
*
*
*
*
*
*
*
* * ૪૫૩