________________
કર્મોને એકઠા કરવાનું કામ કષાયનું છે. ચારિત્ર કચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે. કર્મોને સાફ કરવાનું કામ ચારિત્રનું છે. બેમાંથી શું પસંદ કરવું છે ? કષાય કે ચારિત્ર ?
વ્યવહાર ચારિત્ર ચુસ્તપણે પાળીએ તો નિશ્ચય ચારિત્ર (ભાવ – ચારિત્ર) પ્રાપ્ત થાય.
જેમ સુવર્ણ (સોનું) દ્રવ્ય પાસે હોય તો માલ મળે, તેમ અહીં પણ દ્રવ્ય ચારિત્રથી ભાવચારિત્ર મળે છે.
દ્રવ્યચારિત્રમાં ‘દ્રવ્ય કારણ અર્થમાં છે. દ્રવ્ય બે પ્રકારે : (૧) પ્રધાન દ્રવ્ય, (૨) અપ્રધાન દ્રવ્ય.
પ્રધાન દ્રવ્ય તે, જે ભાવનું કારણ બને. આપણું ચારિત્ર પ્રધાન દ્રવ્ય હોય તો ભાવચારિત્ર મળ્યા વિના ન રહે. જેમ દીવો સળગાવો ને પ્રકાશ મળ્યા વિના ન રહે. કોડિયું, તેલ, વાટ વગેરે દ્રવ્ય કહેવાય, તેની જયોત ભાવ કહેવાય.
આત્મા, આત્મા વડે આત્મામાં શુદ્ધ સ્વરૂપને જુએ, જાણે ને અનુભવે તે અનુક્રમે દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે.
તપપદ : 'कम्मट्ठमोमूलण - कुंजरस्स, नमो नमो तिव्व - तवोभरस्स ।'
કર્મ - વૃક્ષને ઉખેડવામાં તપ હાથી સમાન છે. એ તપ - ધર્મને નમસ્કાર હો ! નમસ્કાર હો !
ચક્રવર્તીનું ચક્ર છ ખંડનો જ વિજય કરે, સિદ્ધચક્ર ત્રણ જગતનો વિજય કરે.
ખરેખર ગુરૂદેવ તો ચાલ્યા ગયા, પણ વાણી રૂપી ધોધ તો આપણી પાસે છે.
- સા. મુક્તિરસાશ્રી
નવસારી
૪૫
*
* *
*
*
*
*
*
* *
* * કહે.