________________
'कषायमुक्तिः किल मुक्तिरेव ।' । કષાયનો નાશ એ જ ખરી સાધના છે. પ્રભુ અને આપણી વચ્ચે કષાયોનો જ પડદો છે.
કષાયોના પડદાઓ (અનંતાનુબંધી આદિ) હટતા જાય તેમ તેમ આનંદ વધતો જાય. સમ્યસ્વી કરતાં દેશવિરતિધરને, તેના કરતાં સર્વવિરતિધરને અનંત-અનંતગણો આનંદ હોય.
કષાયોના નાશથી એવી સમતા પેદા થાય છે : જ્યાં ગમો-અણગમો નષ્ટ થઈ જાય છે.
એમ તો ગ્રાહક પાસે વેપારી આદિ પણ સમતા રાખે છે, પણ એ સમતા આત્મશુદ્ધિ કરનારી નથી. સાધુની સમતા આત્મશુદ્ધિ કરનારી છે.
કષાયોની માત્રા ઘટતી જાય તેમ સમતાની માત્રા વધતી જાય.
૪, ૫, ૬, ૭ ઈત્યાદિ ગુણસ્થાનોમાં ક્રમશઃ આ કારણે જ આનંદ વધતો જાય છે. એક ગુણઠાણામાં પણ શુદ્ધિના કારણે ઘણા પ્રકારો હોય છે.
આનંદ શ્રાવક પાંચમા ગુણઠાણાની એવી સીમાએ પહોંચ્યા હતા, જ્યાં તેમને નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એવું અવધિજ્ઞાન કે ગૌતમસ્વામી જેવા પણ એકવાર વિશ્વાસ ન કરી શક્યા.
કષાય - નાશના લક્ષપૂર્વક આપણી સાધના ચાલતી જ રહે, ચાલતી જ રહે તો આનંદ વધતો જ રહે, વધતો જ રહે, તેજલેશ્યા વધતી જ રહે. “તેજ' એટલે આનંદ, સુખ.
» ‘ચય તે સંચય આઠ કર્મનો.' ચારિત્રની નિયુક્તિ ભદ્રબાહુસ્વામીએ આ પ્રમાણે કરી છે : ચા = ચય રિત્ત = રિક્ત – ખાલી કરવુ
અનંતા ભવોના કર્મોનો કચરો ખાલી કરી આપે તે ચારિત્ર.
અત્યાર સુધી આપણે કર્મનો કચરો એકઠો કરવાનું જ કામ કર્યું છે. ચારિત્ર કચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૪૫૧