________________
સર્વવિરતિધરો પણ ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકોનું સ્મરણ કરે. ભરોસર સઝાયમાં શ્રાવક અને શ્રાવિકાઓ જ છે ને ?
ભગવાન પણ પ્રશંસા કરે તો બીજાની શી વાત ? 'धन्ना सलाहणिज्जा, सुलसा आणंद कामदेवा य ।
जास पसंसइ भयवं, दढव्वयत्तं महावीरो ॥' » ‘તૃણ પરે જે ષટ્રખંડ સુખ ઠંડી.” સર્વવિરતિ સંયમ
ચક્રવર્તીને જ્યારે સમજાય કે સંયમ જ લેવા લાયક છે, ત્યારે છ ખંડની ઋદ્ધિ તેને તણખલા જેવી લાગે. સનકુમારની જેમ ક્ષણવારમાં છોડી દે.
સંયમનું સુખ અનુપમ છે. સંયમનું અસલી સુખ તો જ મળે જો આપણે ભાવથી સાધુપણું મેળવીએ.
“હુઆ રાંક પણ જેહ આદરી...' ભીખારી પણ આ સંયમનો આદર કરે તો ઈન્દ્રો અને નરેન્દ્રો પણ એને ચરણે ઝૂકે.
ચારિત્રની સાથે જ્ઞાનનો આનંદ ભળે તો તે શોભી
ઊઠે.
૧૨ કષાયોનો નાશ થયા પછી જ સર્વવિરતિ મળે. માટે સાધુને પ્રશમનો આનંદ હોય. પ્રશમ જ્ઞાનનું ફળ છે.
સભ્યત્વમાં પણ પ્રશમનો આનંદ હોય, પણ તે અનંતાનુબંધી કષાયનો નાશ થવાથી ઉત્પન્ન થયેલો હોય. દેશવિરતિધરને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીના નાશથી પ્રશમનો આનંદ વધે. સર્વવિરતિધર સાધુને પ્રત્યાખ્યાનીનો નાશ થવાથી વળી આનંદ વધે. સંજવલનનો નાશ થવાથી યથાખ્યાત ચારિત્રમાં પ્રથમ આનંદની ચરમ સીમા આવી જાય.
જેમ જેમ કષાયો પાતળા થતા જાય, કષાયોનો આવેશ મંદ પડતો જાય, તેમ તેમ આપણી અંદર જ રહેલો પરમાત્મા પ્રગટ થતો જાય. કષાયનો સંપૂર્ણ નાશ થતાં જ આપણી અંદર રહેલો પ્રભુ પ્રગટ થઈ ઊઠે છે. પત્થરમાંથી નકામો ભાગ દૂર થતાં જ જેમ અંદર રહેલી પ્રતિમા પ્રગટ થઈ ઊઠે છે.
૪૫૦ * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧