________________
डोली में पूज्यश्री, बेंगलोर के पास, वि.सं. २०॥
શરદપૂર્ણિમા ર૪-૧૦-૧૯૯૯, રવિવાર
ચારિત્ર બે પ્રકારે : દેશ અને સર્વથી. શ્રાવક માટે દેશ વિરતિ અને સાધુ માટે સર્વ વિરતિ છે.
સુવ્રત શેઠ, સુદર્શન શેઠ, આનંદ આદિ શ્રાવકો દેશવિરતિના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
પેથડશા, દેદાશાહ, ભામાશા આદિ શ્રાવકો નગરમાં, રાજ્યમાં ઉચ્ચ હોદ્દા ઉપર પણ હતા અને તે હોદ્દા પર રહીને શ્રાવકપણું ખૂબ જ દીપાવ્યું છે.
૦ ૪ પ્રકારના શ્રાવકો : (૧) મા-બાપ જેવા. (૨) ભાઈ જેવા. (૩) મિત્ર જેવા. (૪) શોક્ય જેવા.
અત્યારે પણ એવા નમૂના જોવા મળશે. કોઈ મા-બાપની જેમ સાધુનું હિત જ જોશે. કોઈ મિત્ર તો કોઈ ભાઈ જેવો બનીને રહેશે તો કોઈ શોક્યની જેમ દોષ જ જોશે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
*
* *
* *
* * * * * ૪૪૯