________________
પડી જતી કે મને મળવા લોકો ટોળે મળ્યા છે, તો તેઓ તરત જ ભાગી જતા.
૦ તપથી કર્મોના આવરણ ખસે. આવરણ ખસે તેમ આત્મ-શુદ્ધિ વધે. વધતી જતી સમતા અને પ્રસન્નતા અંદર થતી આત્મ-શુદ્ધિની સૂચના છે.
• ગાથા ગોખી એટલે જ્ઞાનાવરણીય કર્મ ખસ્યું અને ગાથા આવડી.
પુનરાવર્તન કરવાનું છોડ્યું તો ગાથા ગઈ. જ્ઞાનાવરણીય કર્મ લાગી ગયું. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ સતત ચાલુ જ છે.
જે વાત ગાથા માટે સાચી છે, એ જ વાત સમતા, સંતોષ, સરળતા ઈત્યાદિ ગુણો માટે પણ સાચી છે. જો આપણે એ માટે દરકાર ન કરી તો એ ગુણો ગયા. મૂડી ન સાચવો તો જતાં વાર કેટલી ? કમાવામાં મહેનત પડે તેમ તેની સુરક્ષામાં પણ ઓછી મહેનત નથી.
પ્રગટેલું સમ્યક્ત ટકાવી રાખીએ તો એ કદી દુર્ગતિમાં ન જ જવા દે. ભલે ૬૬ સાગરોપમ તમે સંસારમાં રહો, પણ સમ્યગ્દર્શન કદી દુર્ગતિમાં ન જ જવા દે, ૬ ૬ સાગરોપમ પછી ક્ષાયોપથમિક સભ્યત્વે ક્ષાયિક બની જાય, મોક્ષપ્રદ જ બને.
કુમા૨પાળ મહારાજા, શ્રેણિક રાજા જેવા તો માત્ર ૮૪ હજાર વર્ષોની અંદર મોક્ષે જવાના.
૦ ઈચ્છારીધન તપ નમો. તપને ઓળખવો શી રીતે ? ઈચ્છાનો નિરોધ કરવો તે જ તપ ! તપની આ સંક્ષિપ્ત વ્યાખ્યા સદા યાદ રાખવી.
ઉપવાસ કર્યો, પણ આખી રાત દૂધ – રાબડી યાદ આવ્યા તો દ્રવ્ય ઉપવાસ તો થયો, પણ ઈચ્છારોધ ન થયો.
અનશનાદિ બાહ્ય તપોમાં બાહ્ય ઈચ્છાઓનો નિરોધ છે. આત્યંતર તપમાં અંદરની ઈચ્છાઓનો નિરોધ છે.
અનશનમાં - ખાવાની ઈચ્છાનો.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* * *
* * *
* * * * * ૪૫૦