________________
અત્યારે કેવળજ્ઞાનનો વિરહ છે, શ્રુતજ્ઞાનનો નથી. પણ ચિંતા નહિ કરતા. મળેલા શ્રુતજ્ઞાનને બરાબર પકડી રાખશો તો કેવળજ્ઞાન આપોઆપ મળશે.
કેવળજ્ઞાની પણ દેશના શ્રુતજ્ઞાન દ્વારા જ આપે. શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે, કેવળજ્ઞાનનું નહિ. પ્રશ્ન ઃ ઉચ્ચારણપૂર્વક ગાથા કરવી કે મૌનપૂર્વક ? ઉત્તર ઃ ઉચ્ચારણપૂર્વક ગાથા ક૨ાય. પ્રતિક્રમણાદિ પણ ઉચ્ચારપૂર્વક જ કરીએ છીએ ને ? એક બોલે તો પણ બીજાએ અનૂચ્ચારણ (અનુ + ઉચ્ચારણ) કરવાનું જ છે. જે હમણા આપણે પંચવસ્તુકમાં જોયેલું.
શેઠને છીંક આવી. ‘નમો અરિહંતાણં' બોલ્યા ને સુદર્શના કુમારીને જાતિસ્મરણ જ્ઞાન થયું. શેઠ મનમાં બોલ્યા હોત તો ? પણ, વહેલી સવારે ઊઠીને જો૨-શોરથી નહિ બોલવું, એટલો ઉપયોગ રાખવો.
‘ભવ્ય નમો ગુણ જ્ઞાનને !'
જ્ઞાન તમારા આત્માને તો અજવાળે, પણ તમે એનાથી બીજાને પણ અજવાળી શકો.
જ્ઞાનથી જેટલો ઉપકાર થાય, તેટલો બીજાથી ન થાય. શ્રુતજ્ઞાન લઈ - આપી શકાય, બીજા જ્ઞાન નહિ. માટે જ શ્રુતજ્ઞાન સિવાય શેષ ૪ જ્ઞાન મૂંગા કહ્યા છે.
જ્ઞાન ગુણ એક છે, પણ પર્યાયો અનંત છે. કારણ ? શેય પદાર્થો અનંત છે માટે.
આપણે ભગવાનના શેય બન્યા કે નહિ ? આપણા જેટલા પર્યાયો છે તે ભગવાનના જ્ઞાનના પર્યાયો બની જવાના. હવે એ પર્યાયો સારા બનાવવા કે ખરાબ ? તે આપણે જોવાનું છે. આમ તો ભગવાનના કેવળજ્ઞાનમાં આપણા બધા જ પર્યાયો પ્રતિબિંબિત બની જ ચૂક્યા છે, છતાં આ દૃષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સ્વસુધા૨ણા ઝડપથી થશે. કેવળજ્ઞાનીની નજરે હું આવો ભૂંડો દેખાઉં ! તે શોભે ?
આ વિચારણા દોષ નિરસનમાં કેટલો વેગ આપે ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
* ૪૪૩