________________
ભગવાને તીર્થની સ્થાપના કરી ત્યાર પછી ૩૦ વર્ષ સુધી લગાતાર નિરંતર તેને દઢ બનાવ્યું. હવે બાકીના ૨૧ હજાર વર્ષ શાસન ચલાવનાર ગુરુ જ છે ને ? ગુરુને છોડો તો ભગવાનને જ છોડ્યા ગણાય.
દેવ, ગુરુ ને ધર્મ – આ ત્રણમાં ગુરુ વચ્ચે છે, જે દેવને તેમ જ ધર્મને ઓળખાવે છે. “મધ્યપ્રણUTદ્ માત્તાપામ્' ગુરુ પકડતાં દેવ અને ધર્મ સ્વયં પકડાઈ જશે તેમ ગુરુ છોડતાં દેવ અને ધર્મ બંને આપોઆપ છૂટી જશે.
સમ્યગુ જ્ઞાનથી વિપર્યાસ બુદ્ધિ, સ્વછંદ મતિ ઈત્યાદિનો ધ્વંસ થાય છે.
મતિ, શ્રત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર છે. આ જ્ઞાન ગુરુની ઉપાસનાથી જ મળે.
દેવ-ગુરુની સેવા વધુ તેમ જ્ઞાન વધુ ! એ જ્ઞાન નિર્મળ હોય, શ્રદ્ધા જન્માવે. શ્રદ્ધા હોય તો તેને પુષ્ટ બનાવે, ચારિત્રમાં પ્રવર્તન કરાવે.
- જ્ઞાનની તીક્ષ્ણતા - એકાગ્રતા તે જ ચારિત્ર છે, તે મેં તમને વારંવાર સમજાવ્યું છે.
ચાલતી વખતે આંખ અને પગ એક સાથે કર્મ-રત રહે છે. આંખને જ્ઞાન, પગને ચારિત્ર કહીએ તો અહીં બંને એક બન્યા છે. આંખો બંધ કરીને ચાલી શકો ? ચશ્માની જેમ આંખોને પેક કરીને ક્યાંક મૂકી શકો ? પગને એક બાજુએ મૂકીને ચાલી શકો? નહિ, ચાલતી વખતે આંખ અને પગ બંને જરૂરી છે. મોક્ષની સાધનામાં પણ જ્ઞાન અને ક્રિયા બંને સમાન રીતે જરૂરી છે. એકની પણ તમે ઉપેક્ષા કરી શકો નહિ.
જ્ઞાનવિમ્યાં મોક્ષ: I' સતત પ્રવૃત્તિશીલ, ઉપયોગશીલ રહે તે સાચું જ્ઞાન.
સતત જે જ્ઞાનથી નિયંત્રિત થઈને દોરવાતું રહે તે જ સાચું ચારિત્ર (ક્રિયા).
શ્રુતજ્ઞાન' ને અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ વધુ મહત્ત્વ અપાયું છે. શ્રુતજ્ઞાન વિના કોઈ કેવળી બન્યું છે ? બીજનું મહત્ત્વ વધુ કે ફળનું? બીજ શ્રુતજ્ઞાન છે. ફળ કેવળજ્ઞાન છે.
૪૪૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧