________________
મિથ્યાત્વ સમ્યગ્દર્શન બની જાય છે.
બંને એકીસાથે જન્મ્યાને ? » જ્ઞાન, અજ્ઞાન – અંધકારને હરે.
આપણી સમક્ષ તેજસ્વી પદાર્થ સૂર્ય છે, જે સૌને પ્રત્યક્ષ છે. લાખો ક્રોડો ગોળા પણ એની બરાબરી ન કરી શકે. જ્ઞાન પણ દિવાકર (સૂર્ય) છે. દિવસનું સર્જન કરે તે સૂર્ય કહેવાય.
આપણી અંદર પણ મોહ-નિશાને દૂર કરનાર અધ્યાત્મદિવસનું સર્જન કરનાર જ્ઞાન-પ્રકાશ છે.
સૂર્ય જતો રહે ને અંધારું છવાઈ જાય. ચિંતન – મનનના દ્વાર બંધ કરી દો. માનસ - મંદિરમાં અંધારું છવાઈ જશે. એવું અંધારું કે ક્રોડો દીવાઓથી પણ ન હટે. જ્ઞાન ગુરુ દ્વારા આવે છે. માટે કદી ગુરુને છોડતા નહિ. પ્રશ્ન : ગુરુ બીજા ન કરી શકાય ? મા-બાપ બીજા કરી શકાય ?
દત્તક પદ્ધતિથી કદાચ મા-બાપ બદલાઈ જાય. (જો કે તો પણ તે પુત્ર મૂળ મા-બાપને કદી ભૂલતો નથી, પણ અહીં ગુરુ શી રીતે બદલાવી શકાય ?
સત્તામાં કેવળજ્ઞાનનો સૂર્ય ઝળહળી રહ્યો છે. જ્ઞાનાવરણીય રૂપ ઘોર વાદળાઓએ એ કૈવલ્ય સૂર્યને ઢાંકી દીધો છે. કેવલ્ય સૂર્યના આવરણને હટાવવા માટે જ અધ્યયન કરવાનું છે. પ્રભુ ભક્તિ કરવાની છે.
ભક્તિ કરતા જશો તેમ જ્ઞાન ઊઘડતું જશે. જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા...”
- પં. વીરવિજયજી - ભગવાને સ્વયં કહ્યું છે : જે ગુરુને માને છે તે મને માને છે. __ 'जो गुरुं मन्नइ सो मं मन्नई'
ગુરુપદની સ્થાપના કરનાર પણ ભગવાન જ છે ને ? “મારા કરતાં ગુરુને ઓછું મહત્ત્વ આપજો.” એવું કદી ભગવાને કહ્યું છે ?
R
|
ઝ
*
*
*
*
*
*
*
*
*
* *
૪૪૧