________________
થઈને બહાર આવે. તેમનામાં તપનું તેજ, શ્રદ્ધાની નિર્મળતા, જ્ઞાનનો પ્રકાશ વધતા જ રહેતા હોય છે.
- સાધુની સંક્ષિપ્ત નૈૠયિક વ્યાખ્યા : અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે ?'
જે સદા અપ્રમત્ત રહે, કોઈપણ પ્રસંગે હર્ષ શોક ન કરે એવા શુદ્ધ સાધુ તે બીજા કોઈ નહિ, આપણો જ આત્મા છે.
બાહ્ય દૃષ્ટિ માત્ર સાધુ – વેષને જુએ, પણ પંડિત એનો ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જોઈને એની સાધુતા નક્કી કરે.
સાધના દ્વારા સિદ્ધિને સાથે તે સાધુ. નવપદમાં : સાધ્ય, સાધક અને સાધના ત્રણેય છે.
દેવ સાધ્ય, ગુરુ સાધક અને ધર્મ સાધન છે. અરિહંતસિદ્ધ દેવ છે. આચાર્ય-ઉપાધ્યાય-સાધુ ગુરુ છે, દર્શન-જ્ઞાનચારિત્ર-તપ ધર્મ છે.
૦ નવપદને ભૂલવા એટલા આપણા આત્માને ભૂલવો. | નવપદને યાદ કરવા એટલે આપણા આત્માને યાદ કરવો.
નવપદો સાથે જોડાયેલો આત્મા નહિ ખોવાય. દોરાથી પરોવાયેલી સોય ન ખોવાય તેમ.
૪ સમ્યગ્દર્શન : ‘બિUJત્ત-તત્તે રુ-નRGVક્સ, નમો નોનિમ્પન-વંસUIક્સ '
ગુણને વાંદવાથી ગુણીને પણ વંદન થાય જ છે. ગુણગુણીનો અભેદ છે. એ ગુણધારી અવિરત સમ્યગ્દષ્ટિ હોય તો પણ નમસ્કરણીય બને છે. નમસ્કાર તેની અવિરતિને નહિ, ગુણને છે.
અપથ્ય આહારના સેવનથી શરીરને નુકશાન થાય તેમ અહંકાર, ઈર્ષા, નિર્દયતા, આદિથી આત્માને નુકશાન થાય.
મૈત્રી આદિ ૪, જ્ઞાનાદિ ૩ વગેરે આત્માનું પથ્ય છે.
વિપર્યાસબુદ્ધિ, હઠ, વાસના વગેરે મિથ્યાત્વ – આત્માનું ભયંકર અહિતકર અપથ્ય છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
* ઝાડ જ ઝ # # # # # # # ૪૩૫
કહે