________________
પથ્યથી ભોજનરુચિ જાગે અપથ્યથી ભોજનરુચિ નષ્ટ થાય.
તેમ આત્માને પણ પથ્યથી દેવ-ગુરુ-ભક્તિ આદિ ખૂબ જ ગમે.
- પરમ નિધાન એટલે ભગવાન.
ભક્ત માટે ભગવાન જ પરમનિધાન છે. દરિદ્રને ધન અને સતીને પતિ જ જેમ પરમનિધાન છે.
સમ્યક્ત વિના નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે, ચારિત્ર પણ અચારિત્ર છે, ક્રિયા માત્ર કષ્ટક્રિયા છે.
દર્શન સપ્તક (અનંતાનુબંધી ૪, દર્શન મોહનીય ૩) ના ક્ષયથી ક્ષાયિક, ક્ષય અને ઉપશમથી ક્ષાયોપશમિક અને ઉપશમથી ઔપથમિક સમ્યક્ત મળે છે.
સાધકને પછાડવા મોહરાજાએ આ સાતને બરાબર તૈયાર કર્યા છે.
“સમકિત – દાયક ગુરુ તણો, પચ્યવયાર ન થાય; ભવ કોડાકોડી કરી, કરતાં સર્વ ઉપાય.”
સમ્યક્ત - દાતા ગુરુનો કેટલો ઉપકાર ? તમે આજીવન કદી પ્રત્યુપકાર ન કરી શકો તેટલો.
આત્મતત્ત્વની અનુભૂતિ કરાવનારનો બદલો શી રીતે વાળી શકાય ?
શરીર મારું, વચન મારું, મન મારું, કર્મ મારા એ મિથ્યા ધારણાને તોડનાર સમ્યકત્વ રૂપ વ્રજ છે. આવું વ્રજ આપનારને કેમ ભૂલાય ?
વસ્ત્ર, મકાન શરીર આદિનો સંબંધ માત્ર સંયોગ સંબંધ જ છે. જયારે આત્મગુણોનો સમવાય સંયોગથી સંબંધ છે, એવું શીખવનાર જ નહિ, અનુભૂતિ કરાવનાર આવા ગુરુદેવ છે.
ધજાના સ્પંદનથી પવન જણાય, તેમ અરૂપી સમ્યક્ત તેના લક્ષણોથી જણાય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકતા આ પાંચ લક્ષણોથી સમ્યક્ત જણાય.
“ધર્મ રંગ અટ્ટમીજીએ” સમ્યક્તથી ધર્મરંગ અસ્થિ – મજ્જાવત્ બને છે. સાતેય
૪૩૬
*
*
*
*
*
*
*
*
*
*