________________
આવી જ પદ્ધતિ મુનિના આહારની છે. માટે જ એનું નામ “માધુકરી” છે.
“અઠાર સહસ શીલાંગના.' ૧૮ હજાર શીલાંગ ધારી, જયણાયુક્ત મુનિને વંદન કરી હું મારું જીવન ચારિત્ર બનાવું છું.
“નવવિધ બ્રહ્મગુપ્તિ.” નવ બ્રહ્મચર્યની ગુપ્તિ, ૧૨ પ્રકારના તપમાં શૂરવીર મુનિને તો જ વંદન કરવાનું મન થાય, જો પૂર્વના પુણ્ય - અંકૂર પ્રગટેલા હોય.
પર્યાય નાનો હોય તેમ વધુ વંદન મળે. વધુ વંદનથી વધુ આનંદ થવો જોઈએ.
બીજ હજુ ગુપ્ત હોય, પણ અંકુરા પ્રગટ દેખાય. સાધુને વંદન કરવાનો અવસર મળે એટલે સમજવું : પુણ્ય અંકૂર ફૂટી નીકળ્યા છે.
પણ વંદન અમદાવાદી જેવું ન જોઈએ, રાજાની વેઠ જેવું ન જોઈએ.
આ પુસ્તક વાંચવાથી ઘણું ઘણું જાણવા મળ્યું છે.
- સા. દિવ્યલોચનાશ્રી
માંડવી
ખરેખર ! જીવનને જો સાર્થક બનાવવું હોય તો આ પુસ્તકનું વારંવાર રટણ કરવું રહ્યું.
- સા. અક્ષયગુણાશ્રી
પાલનપુર
આ પુસ્તક વાંચવાથી મારા મનમાં તથા ભાવોમાં ઘણું પરિવર્તન આવ્યું છે.
- સા. ભવ્યગિરાથી
પાલનપુર
કહે
=
=
=
*
*
*
*
* *
૪૩૩