________________
પ્રયત્નશીલ હોય.
અષ્ટાંગ યોગ અહીં પણ છે. આઠ દૃષ્ટિઓમાં અનુક્રમે આઠ યોગના અંગો રહેલા છે.
પહેલી દષ્ટિમાં સમાધિ જોવા મળે છે ખરી, પણ એ ગૌણ સમાધિ સમજવી. આગળ મળનારી પરમ સમાધિનું બીજ સમજવું.
બીજ કદી સીધું નથી મળતું. ક્રમશઃ મળે છે. પ્રથમ અંકુર ફૂટે - પછી ક્રમશઃ થડ – ડાળ – ફૂલ - ફળ - બીજ આવે.
યોગશાસ્ત્ર અષ્ટાંગ યોગના ક્રમથી જ રચાય છે. જુઓ માર્ગાનુસારિતા, સમ્યક્ત, ૧૨ વ્રતો આદિ યમ-નિયમમાં સમાવ્યા છે.
૪થાના અંતે આસન, પાંચમામાં પ્રાણાયામ, છટ્ટામાં પ્રત્યાહાર, પછી ૧૨ પ્રકાશ સુધીમાં ધારણા, ધ્યાન અને સમાધિ વર્ણવેલા છે.
- શરીરમાં દાહ થતો હોય તેને જ તેની પીડા સમજાય. આવી જ પીડા જેને સંસારની, એટલે કે રાગ-દ્વેષની અપાર પીડા લાગતી હોય તેણે સાધના કરવી જ રહી.
બાહ્ય તપ, જલ-સિંચન, ચંદન-વિલેપન વગેરેથી અમે, પણ આંતર તાપ જિન-વચન વિના બીજા કોઈથી ન શમે.
શરીરની મમતા, મદ, અહંકારનો નાશ કરનાર, કાઉસ્સગ મુદ્રામાં ધ્યાનના અભ્યાસી, તપના તેજથી ઝળહળતા, કર્મને જીતતા, પરપરિણતિનો સંગ નહિ કરનારા, એવા મુનિ કરુણાના સિંધુ છે.
સાગર પણ નાનો પડે એવી કરુણાના સ્વામી સાધુ હોય
- સાધનાનો પ્રારંભ સાધુથી થાય છે. ક્રમશઃ આગળ વધતાં અરિહંતમાં પૂર્ણ થાય છે.
• “જિમ તરુ ફૂલે ભમરો બેસે...”
ફૂલ પર ભમરો બેસે ખરો, પણ તેને પીડે નહિ. ફૂલમાં કદી ભમરાએ પાડેલું છિદ્ર જોયું ?
૪૩૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧