________________
પૂ. કનકસૂરિજી મ. આ રીતે કરતા. શરૂઆતમાં મીઠાશથી કહેતા. એટલાથી ન પતે તેને થોડા ગુસ્સથી “ભાન નથી પડતું એમ કહેતા. બસ, આ એમની હદ. આટલું જેને કહે તે એકદમ સીધો થઈ જાય.
પણ, સારણાદિ યોગ્યને જ કરી શકાય. “અસ્થમીએ જિન સૂરજ...'
કેવળી અને ૧૪ પૂર્વીઓના વિરહમાં આચાર્ય જ અત્યારે આધારરૂપ છે. આચાર્ય જ અત્યારે શાસનના આધારસ્તંભ છે.
* અરિહંતનો સેવક અરિહંત બને. સિદ્ધનો સેવક સિદ્ધ બને. આચાર્યનો સેવક આચાર્ય બને. ઉપાધ્યાયનો સેવક ઉપાધ્યાય બને. સાધુનો સેવક સાધુ બને.
જે બનવું હોય તેની સેવા કરજો. એકને બરાબર પકડશો તો બીજા ચાર પણ પોતાની મેળે પકડાઈ જશે, એ ભૂલશો નહિ.
ઉપાધ્યાય પદ :
નહિ સૂરિ પણ, સૂરિગણને સહાયા; નમું વાચકા ત્યક્ત મદ મોહ માયા.”
ઉપાધ્યાય ભલે આચાર્ય નથી, પણ આચાર્યના સહાયક છે. વડાપ્રધાન ને રાષ્ટ્રપતિના સચિવો હોય છે, તેમ આચાર્યના ઉપાધ્યાય સચિવ છે.
આચાર્યનું કામ શાસન અંગે તત્ત્વ-ચિંતનનું હોય. તેમને પુષ્કળ સમય મળે માટે શેષ કામ બીજા સંભાળે.
“કામ હું કરું ને જશ આચાર્યને મળે ?'
આવો વિચાર ઉપાધ્યાયને ન હોય. માટે લખ્યું : “ચ मदमोहमाया.'
“સૂત્રાર્થ દાને જિકે સાવધાના.' સૂત્રાર્થ - દાનમાં ઉપાધ્યાય સદા તત્પર હોય.
ઉપાધ્યાયના ગુણ કેટલા ? પનો વર્ગ = ૨૫. ૫ x ૫ = ૨૫. ૨૫નો વર્ગ = ૬૨૫. ૨૫ X ૨૫ = ૬૨૫.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * ૪૫