________________
વાચક, પાઠક વગેરે ઉપાધ્યાયના જ નામો છે. - ક્ષમાદિ ૧૦ ધર્મ ધારનારા, - સ્યાદ્વાદ - નયવાદથી કથન કરનારા, - સંસારથી ડરનારા, - પાપથી ભય પામનારા, - શાસનની ધુરાને વહન કરનારા, વાચના - દાનમાં સમર્થ ઉપાધ્યાયને નમસ્કાર હો ! ‘દ્વાદશ - અંગ સજઝાય કરે છે, પારગ - ધારગ તાસ.”
દ્વાદશ અંગનો સ્વાધ્યાય તો કરે જ, પણ પારગામી પણ હોય, ધારક પણ હોય. સૂત્ર – અર્થનો વિસ્તાર કરનારા હોય.
ટીકા વગેરે એના સાક્ષીઓ છે. હરિભદ્રસૂરિજીએ દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં જ કેટલો વિસ્તાર કર્યો છે ?
આવશ્યક ટીકામાં ઘણો વિસ્તાર છે, છતાં લખે છે : આ લધુ ટીકા છે.
ભાવિમાં કોઈ સમજશે, એમ સમજીને મહાપુરુષોએ ટીકા આદિ લખ્યું છે.
ધ્યાન - વિચાર' ગ્રંથ મને મળ્યો. હું આનંદિત થઈ ઊઠ્યો. મેં વિસ્તારથી લખ્યું ઃ ભાવિમાં કોઈ જિજ્ઞાસુને કામ લાગશે, એ આશયથી લખ્યું છે. પણ હજુ સુધી એક પત્ર નથી આવ્યો, જેમાં પૂછાવ્યું હોય : મને આ નથી સમજાતું. માર્ગદર્શન આપો. ખોલે જ કોણ ?
પત્થર જેવા જડ શિષ્યમાં પણ જ્ઞાનના કૂંપળ ઉપાધ્યાયની કૃપાથી ફૂટી શકે.
આવો મૂર્ખ, વિદ્વાન થઈ જાય, પછી એ ઉપકારી ઉપાધ્યાયને ભૂલી શકે ?
રાજકુંવર સરિખા ગણચિંતક...'
આચાર્ય રાજા છે. તો ઉપાધ્યાય રાજકુમાર છે, યુવરાજ છે. યુવરાજ ભવિષ્યનો રાજા છે. ઉપાધ્યાય ભાવિના આચાર્ય છે.
એમનો તો ભવ-ભય ટળ્યો, પરંતુ એમને વંદે તેનો પણ ભવ-ભય ટળે.
૪૨૬
#
#
#
#
#
#
#
#
#
#
#
ક
દ