________________
* ગાયો નિર્ભય થઈને ચરે. કેમ કે તે જાણે છે : અમારો રક્ષક ગોવાળ અહીં જ છે. ભગવાન પણ મહાગોપ છે. આપણે ગાય બનીને જઈએ, એટલે કે ગાયની જેમ દીનહીન બનીને ભગવાનનું શરણું લઈએ તો ભગવાન રક્ષક બને. આપણો ભય ટળી જાય.
છ કાય રૂપી ગાયોના ભગવાન રક્ષક છે, માટે જ તેઓ મહાગોપ કહેવાયા છે.
છે. ભગવાન મહામાયણ છે, મહાન અહિંસક છે.
કુમારપાળ ભલે મહાન અહિંસક બન્યા, પણ ઉપદેશ કોનો ?
ગુરુ દ્વારા ભગવાનનો જ ને ? છે ભગવાન નિયમક છે. તપ-જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે...'
જ્યારે સાધનાની નાવ ડૂબતી લાગે, ત્યારે ભગવાન નિર્ધામક બનીને બચાવે છે.
ખલાસીની ભૂલ થઈ શકે, નાવ ડૂબી શકે, પણ ભગવાનનું શરણું લેનાર ડૂળ્યો હોય, એવું હજુ સુધી બન્યું નથી.
ભગવાન જગતના સાર્થવાહ છે. મુક્તિપુરી - સંઘના સાર્થવાહ !
આ સંઘમાં દાખલ થઈ જાવ, એટલે મુક્તિમાં લઈ જવાની જવાબદારી ભગવાનની ! “ભો ભો પ્રમાદમવધૂય ભજવ્વમેનમ્ !'
ઓ ભવ્યો ! પ્રમાદ ખંખેરી તમે એને સેવો - એમ દેવ - દુદુભિ કહી રહી છે.
આ વ્યવહારથી પ્રભુનું સ્વરૂપ થયું. નિશ્ચયથી ભગવાનનું સ્વરૂપ કેવું ? તે અવસરે જોઈશું.
૪૧૦
ઝ
=
=
=
=
=
=
= =
* *
* * કહે