________________
ઉજ્જૈનમાં સં. ૨૦૩૮માં પ્રવેશ થયેલો ત્યારે મોટા-મોટા મીનીસ્ટરો આવીને પૂછે : શું જૈનોનો કોઈ કુંભ મેળો છે. ‘नमोऽनंत संत प्रमोद प्रधान ।'
અનંત આનંદનું મૂળ એક માત્ર નવપદ છે, નવપદમાં પણ અરિહંત છે.
ભગવાન ધર્મ દેશના આપે છે, માત્ર હિતબુદ્ધિથી. ધર્મ વિના હિતકર કાંઈ જ નથી. ધર્મ બકાત કરો. હિતકર કાંઈ નહિ બચે. ધર્મનો તમે સ્વીકાર કરો છો, એટલે ભગવાનને તમારા સાથી બનાવો છો.
કેવા છે ભગવાન ? અષ્ટપ્રાતિહાર્યથી શોભતા. દેવેન્દ્રોથી પૂજાતા, જગતના નાથ, જગતના સાર્થવાહ, આમ જેટલી ઉપમા આપીએ, તેટલી ઓછી છે.
ભગવાનના કલ્યાણકોમાં નારકીના જીવો પણ અજવાળું પામે, ક્ષણભર સુખ પામે. માત્ર દેશના સાંભળે તે જ સુખ પામે તેવું નથી.
ભગવાન એક-એક પ્રહર બબ્બે વાર દેશના આપે, છતાં શક્તિમાં કોઈ ન્યૂનતા નહિ. દેશનામાં અમૃતની વૃષ્ટિ કરે. પુષ્કરાવર્ત મેઘની જેમ ભગવાન દેશના વરસાવે.
સૂર્યના પ્રકાશથી ઘુવડ વંચિત રહે, બીજું તો કોણ રહે ? ભગવાનની આ દેશનાથી મિથ્યાત્વી આદિ વંચિત રહે, બીજું કોણ રહે ?
આ દેશના આજે પણ આગમરૂપે સચવાયેલી છે. જિનાગમો એટલે ટેપ જ સમજી લો. ટેપ કરનારા હતા : ગણધર ભગવંતો...!
આજે પણ આગમ વાંચતાં એમ થાય : સાક્ષાત્ ભગવાન બોલી રહ્યા છે.
પાવર હાઉસમાંથી વાયર દ્વારા જેમ ઘરમાં પ્રકાશ આવે, પાણીની ટાંકીમાંથી પાઈપ દ્વારા જેમ ઘરમાં પાણી આવે, તેમ પ્રભુનું નામ, મૂર્તિ, આગમ એ બધા વાયર અને પાઈપ જેવા વાહકો છે. જે ભગવાનને આપણા સુધી પહોંચાડે છે. ચિંતન કરો ને પ્રભુનો હૃદયમાં સંચાર થાય છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
=
૪૦૯