________________
જોઈતો લાભ આપણને મળતો નથી. ધ્યાન માટે મનને નિર્મળ અને સ્થિર બનાવવું પડે. પછી જ તે મન ધ્યાનમાં નિશ્ચલ બની શકે, અનુલીન બની શકે.
છે અત્યારે દેખાતા પ્રકાશની પાછળ સૂર્ય કારણ છે, તેમ જ્ઞાનનો જે પ્રકાશ આપણી પાસે છે, તેની પાછળ અરિહંતનું કેવળજ્ઞાન કારણ છે. આપણે ફાંકો રાખવાની જરૂર નથી. ચારે બાજુ જ્ઞાનાવરણીયોના પર્વતોમાં આપણે ઘેરાયેલા છીએ, અંધારું છે. એમાં થોડોક પ્રકાશ મળી જાય તો અભિમાન શાનો ? આપણા કારણે પ્રકાશ નથી આવ્યો, સૂર્યના કારણે આવ્યો છે.
જ્ઞાન સૂર્ય છે.
સૂર્યથી તેજસ્વી બીજી વસ્તુ આપણને દેખાતી નથી, માટે જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે. ખરેખર તો જ્ઞાન અસંખ્ય સૂર્યોથી પણ વધુ દેદીપ્યમાન છે.
“મારૃન્વેસુ મહિયે પથાસરા ' ભગવાનનું મુખમંડલ એટલું તેજસ્વી હોય છે કે જોઈ ન શકાય, ભામંડળ એ તેજને શોષી લે છે, જેથી જોઈ શકાય. આવા ભગવાન દેશના આપતા હશે ત્યારે કેવા શોભતા હશે ?
તમે પ્રભાવના કરો ત્યારે સૌને આપો ને ? કે નાનામોટાનો ભેદ રાખો ? ભગવાન પણ કોઈ ભેદ-ભાવ વિના સૌને જ્ઞાન-પ્રકાશ આપે છે.
મલયગિરિજીએ ટીકામાં લખ્યું છે : યોગ-ક્ષેમ કરવું એ જ પ્રભુનું કાર્ય છે.
સમવસરણમાં ઘણા જીવો માત્ર ચમત્કાર, ઐશ્વર્ય અને સમૃદ્ધિ જોવા જ આવે. તેઓ પ્રશંસાના બે શબ્દો કહે તો એના હૃદયમાં ધર્મ-બીજ પડી ગયું, સમજો. અત્યારે ઘણા આડંબરઆડંબર કહીને ધર્મને વગોવે છે, પણ દુકાનમાં આડંબર નથી કરાતો ?
ભગવાનને કે ગુરુને આડંબરની જરૂર નથી, તેઓ કરતા પણ નથી, પણ દેવો કરે છે, ગુરુ માટે ભક્તો કરે છે - ધૂમધામથી નગર-પ્રવેશ થાય ત્યારે શું પ્રભાવ પડે, જાણો છો ?
૪૦૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧