________________
अपने दो पुत्र-शिष्यों के साथ, वि.सं
५२
આસો સુદ દ્વિતીય ૭. ૧૭-૧૦-૧૯૯૯, રવિવાર
દ્વાદશાંગીનો સાર ધ્યાન યોગ છે. મૂળ-ઉત્તર ગુણ ધ્યાનયોગની સિદ્ધિ માટે છે, એમ સિદ્ધર્ષિગણિએ ઉપમિતિમાં કહ્યું છે.
શ્રેણિ વખતે પ્રબળ ધ્યાન શક્તિ હોય છે. તે પોતાની મેળે આવશે, એમ માનીને બેસી જઈએ તો મરુદેવીની જેમ કાંઈ બધાને એ શ્રેણિ મળી જતી નથી.
ધ્યાન બે રીતે સિદ્ધ થાય : અભ્યાસથી અને સહજતાથી
અભ્યાસથી થતા ધ્યાનને “કરણ” કહેવાય અને સહજતાથી થતા ધ્યાનને “ભવન” કહેવાય.
શાશ્વતી ઓળીમાં સિદ્ધચક્ર યંત્રનું ધ્યાન કરવું જોઈએ. શરીરના ૧૦ સ્થાનમાંથી કોઈપણ સ્થાને ધ્યાન કરી શકાય. પૂર્વે એ રીતે ધ્યાન કરાતું.
સિરિ સિરિવાલ કહામાં સિદ્ધચક્રનું ધ્યાન સંપૂર્ણપણે બતાવ્યું છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
* * * * * * * * * * * * ૪૧૧
કહે