________________
તો નીવીવાળાને કહ્યું, આયંબિલવાળાને નહિ.
આગા૨ શા માટે ?
વ્રતનો ભંગ મોટો દોષ છે. થોડું પણ પાલન ગુણકારી છે. ધર્મમાં ગુરુ-લાઘવ જોઈએ. માટે જ આગારો છે.
આગારોમાં આશય એ છે કે કેમેય કરીને પચ્ચખ્ખાણનો ભંગ ન થવો જોઈએ.
ગુરુ-લાઘવની વિચારણા ન હોય તો વેપાર ન થઈ શકે, તેમ ધર્મ પણ ન થઈ શકે. વેપારમાં કેટલીયે વાર બાંધછોડ કરવી પડે છે, તેમ ધર્મમાં પણ કરવી પડે છે.
આપણા વ્રતો ભાંગી ન જાય, માટે જ્ઞાનીઓએ કેવી તકેદારી રાખી છે ?
આગા૨ એટલે અપવાદ. અપવાદનો છૂટથી પ્રયોગ ન કરી શકાય.
કોઈ વૈદ્ય કે ડૉકટર વગેરે, કોઈ રોગના કારણે કહે કે – હમણા જ દવા આપવી પડે તેમ છે. તો ત્યારે પચ્ચખાણ હોવા છતાં દવા આપી શકાય. આ અપવાદ છે.
બધામાં સમાધિ મુખ્ય છે. પચ્ચખાણ અભંગ રહે, પણ સમાધિ અભંગ ન રહે તો પચ્ચખાણ શા કામના ? પચ્ચખાણ પણ આખરે સમાધિ માટે છે.
આગારનો અર્થ છે સમાધિ માટે પચ્ચખ્ખાણમાં અપાતી છૂટ. પ્રશ્ન : સિંગતેલ વિગઈમાં ગણાય ?
ઉત્તર : વિગઈ કોને કહેવાય ? વિકૃતિ પેદા કરે તે વિગઈ. એ અર્થમાં બધા જ તેલ વિગઈ સમજી લેવા. આખરે આપણી આસક્તિ ન વધે તેમ કરવાનું છે. આ તેલ વિગઈમાં ન ગણાય, એમ સમજીને વિગઈનો રસ પોષ્યા કરવો, આત્મવંચના ગણાશે.
અપ્રમાદનો અભ્યાસ આ જ જન્મનો છે, પ્રમાદનો અભ્યાસ અનંતા જન્મોનો છે. માટે જ એને જીતવો દુર્જય છે. મદ્ય, નિદ્રા, વિષય, કષાય, નિંદા આદિ પ્રમાદ છે. આ પાંચ મોઢાવાળા પ્રમાદને કેમ ઓળખવો? કેમ જીતવો ?
કહે ?
*
*
*
*
*
*
*
*
=
=
=
= =
૪૦૫