________________
મસ્યો, એ ઔષધ તેઓ આખા જગતમાં વહેંચવા ઈચ્છે છે. આવી પ્રબળ ઈચ્છાથી જ તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું.
જેટલો પુરુષાર્થ પોતાના આત્માને સંસારને કેદખાનામાંથી છોડાવવા કર્યો તેટલો જ પુરુષાર્થ એમણે બીજા જીવોને છોડાવવા કર્યો છે.
આથી જ ભગવાન જિન છે, તેમ જાપક પણ છે. તીર્ણ છે તેમ તારક પણ છે. બુદ્ધ છે તેમ બોધક પણ છે. મુક્ત છે તેમ મોચક પણ છે.
• આપણી મુશ્કેલી એ છે કે આ સંસાર જેલ નથી લાગતો. બધા જ જેલમાં છે. પછી ખરાબ કોનું લાગે ?
જ્યાં સુધી આ સંસાર (એટલે કે રાગ-દ્વેષ) જેલ નહિ લાગે ત્યાં સુધી તેમાંથી છૂટવાની ઈચ્છા નહિ થાય.
જેલને જ મહેલ માને તે ક્યાંથી છૂટી શકે ?
- સાધુ સાધુપણામાં રહે તો એટલો સુખી બને, એટલો આનંદ ભોગવે કે દુનિયાનો કોઈ પણ માણસ એની બરાબરી કરી શકે નહિ. માણસ તો ઠીક અનુત્તર વિમાનવાસી દેવો પણ બરાબરી કરી શકે નહિ.
એક વર્ષના પર્યાયવાળો મુનિ પણ અનુત્તર દેવોથી અધિક સુખી હોય છે, એમ ભગવતી સૂત્ર કહે છે.
આપણને જો આવા આનંદની કોઈ ઝલક જોવા ન મળતી હોય તો આત્મ-નિરીક્ષણ કરવું જોઈએ. ક્યાં ખામી છે ? તે શોધી કાઢવું જોઈએ.
આપણી ખામીઓ આપણા સિવાય બીજો કોઈ નહિ શોધી શકે. આપણો ખોવાયેલો આનંદ આપણે જ શોધવો પડશે.
હક્કની વસ્તુ કોઈ ક્યારેય જતી ન કરે, પણ આપણા હક્કનો આનંદ આપણે જતો કરીએ છીએ. એ માટે કોઈ પ્રયત્ન કરતા નથી. આશ્ચર્ય છે ને ?
• બહિરાત્મભાવમાં એટલા ખૂંપી ગયા છીએ કે એક મિનિટ પણ એમાંથી છૂટી નથી શકતા... એ છતાં આપણે
=
જો
#
#
#
#
# ૪૦૩