________________
चिंतन में मग्नता, वि.सं. २०५७
આસો સુદ ૯ ૧૫-૧૦-૧૯૯૯, શુક્રવાર
- સાધુ માટે સર્વવિરતિ સામાયિક, જીવનભર સમતા રહી શકે, તેવી જીવન પદ્ધતિ.
શ્રાવક માટે દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક માટેની પૂર્વભૂમિકા.
પણ આ બંનેનું મૂળ સમ્યક્ત સામાયિક છે.
સમ્યક્ત બધાનો પાયો છે. પાયો મજબૂત તો ઈમારત મજબૂત. “તમેવ સર્વાં નીસં= નિહિં પડ્યું ' આવી અતૂટ શ્રદ્ધા સમ્યક્તમાં હોય છે.
• હું જે ઔષધિથી નીરોગી બન્યો એ ઔષધિથી બીજા પણ કેમ નીરોગી ન બને? મેં જે વ્યાધિનું દુઃખ ભોગવ્યું છે, તે દુઃખ બીજા કોઈ ન ભોગવે, એવી વિચારણા ઉત્તમતાની નિશાની છે.
જે ડૉકટર પાસે કે હોસ્પીટલમાં જવાથી સારું થયું હોય, તે ડૉકટર કે તે હોસ્પીટલની ભલામણો ઘણા કરતા હોય છે.
ભગવાન પણ આવા છે. એમને જે ઔષધથી ભવ-રોગ
૪૦૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧