________________
બીજાને દુઃખ આપીએ છીએ ત્યારે ખરેખર આપણી જાતને જ દુ:ખ આપીએ છીએ. એથી ઉર્દુ, બીજાને સુખ આપીએ છીએ ત્યારે આપણી જાતને જ સુખ આપીએ છીએ.
તીર્થકરો આના ઉત્તમ ઉદાહરણો છે.
• નવું નવું નહિ ભણીએ તો ચેતનાનો ઉન્મેષ શી રીતે થશે ? આત્મવિકાસ શી રીતે થશે ?
વસ્ત્રો ધોવા, ગોચરી વગેરે જરૂરી લાગે તો આત્મશુદ્ધિના અનુષ્ઠાનો જરૂરી નથી લાગતા ?
અનુકૂળતામાં જ જીવન પૂરી કરી દઈશું તો આ બધું ક્યારે કરીશું ? આગમો ક્યારે વાંચીશું ?
પખિસૂત્રમાં દર ચૌદશે બોલીએ છીએ : “ર પઢિયું ન મિટ્ટિ' તો મિચ્છામિ દુક્કડં.
પણ અહીં ભણે જ કોણ છે ? બધું જ ભણવાનું પૂરું થઈ ગયું ? કાંઈ જ બાકી નથી રહ્યું ?
બીજાને જે સ્વતુલ્ય જુએ તે જ સાચો દૃષ્ટા છે. એ રીતે ન જોવું તે મોટો અપરાધ છે. એ અપરાધ, બીજા કોઈનો નહિ, આપણો જ અપરાધ છે.
જ્યાં આત્મતુલ્યદૃષ્ટિથી જીવન જીવાતું રહે છે, ત્યાં સ્વર્ગ ઉતરે છે. જ્યાં આ દૃષ્ટિ નથી ત્યાં નરક છે. | ગુજરાતમાં કુમારપાળના પ્રભાવે અહિંસા, આજે પણ કંઈક જળવાઈ રહી છે, જ્યારે બીજે તો બકરા કાપવા કે ચીભડાં કાપવા, સરખું જ લાગે, અમે કેટલીયે જગ્યાએ આવા દશ્યો જોયા છે.
આત્મતુલ્ય દષ્ટિ ન હોય ત્યાં આવું જ હોય.
કર્મના બંધ અને સત્તાકાળ ભયંકર નથી લાગતા, પણ ઉદય ભયંકર છે. ઉદય વખતે તમારું કે મારું કાંઈ નહિ ચાલે. અત્યારે અવસર હાથમાં છે. સત્તામાં પડેલા કર્મોમાં ફેરફાર કરી શકો છો. કર્મબંધનમાં સાવધાની રાખી શકો છો.
ઉદય વખતે કાં તો રડો કાં તો સમાધિપૂર્વક સહો. આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.
કહે
»
ઝ
=
*
*
*
* *
૪૦૧