________________
તેનો સ્વાદ માણવો અલગ ચીજ છે. સામાયિક જાણવું અલગ વાત છે. સામાયિક માણવું અલગ વાત છે.
પુદ્ગલોનો ભવોભવનો અનુભવ છે. ગાઢ સંસ્કાર હોવાના કારણે આપણે તરત જ પુદ્ગલો તરફ ખેંચાઈ જઈએ છીએ. જ્યારે સામાયિકના સંસ્કાર હવે પાડવાના છે.
- જ્ઞાનસાર અદ્દભુત ગ્રંથ છે. તમે એનું ચિંતનનિદિધ્યાસન કરતા રહેશો તેમ તેમ આત્મતત્ત્વનું અમૃત પામતા જશો. તેમણે જીવનમાં સાધના કરીને જે અર્ક મેળવ્યો તે બધો જ જ્ઞાનસારમાં ઠાલવ્યો છે.
- કેટલાક ધ્યાની આવશ્યક ક્રિયાઓને ધ્યાનમાં બાધક માને છે. ખરેખર તો આવશ્યક ક્રિયાઓ ધ્યાનની બાધક નથી, પણ સાધક છે.
જ વરસાદ બધે જ પડે. પણ તેથી શેરડીમાં મીઠાશ, બાવળીયામાં કાંટા, રણમાં મીઠું અને સાપમાં ઝેર જ વધે, તેમ જિન-વાણી પણ પાત્રતા મુજબ અલગ-અલગ પરિણામ પામે છે. સાંભળનારમાં કોઈ ગોશાળો હોય તો કોઈ ગૌતમસ્વામી હોય.
૦ સવારે તપ કયો ધારવો ? સાધનામાં સહાયક બને તેવો તપ અશઠભાવે સ્વીકારવો.
સેવાની જરૂર હોય ત્યારે અઠ્ઠાઈ લઈને બેસી ન શકાય. આમ કરે તે ગુનેગાર બને. તપ ગૌણ છે. ગુરુ-આજ્ઞા મુખ્ય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરાતો તપ જ નિર્જરાત્મક બની શકે,
મારે માત્ર સેવા જ કરાવની ? પાણીના ઘડા જ લાવવાના ? તો પછી આરાધના ક્યારે કરવાની ? એવું નહિ વિચારતા.
પાણીના ઘડા લાવવા એ પણ આરાધના છે. સેવાથી આરાધના અલગ નથી. સેવા આરાધનાનો જ એક ભાગ છે.
દસ વર્ષ પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે રહ્યો. નવો અભ્યાસ બંધ રહ્યો, પણ સેવાનો લાભ સારો મળ્યો.
૩૯૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧