________________
તે વખતે પૂ. પ્રેમસૂરિજીના પત્રો આવતા રહેતા : ભણવા આવી જાવ. બાકી રહેલા છેદસૂત્રો પૂરા થઈ જાય.
પણ પૂ. દેવેન્દ્રસૂરિજી કહેતા : તમે જાવ તો અહીં મારું
શું ?
અમે જવાનું માંડી વાળતા. પણ જ્યારે અવસર આવે ત્યારે બરાબર ભણવાનું કરી લેતા.
વિ.સં. ૨૦૨૫માં વ્યાખ્યાન પછી પૂ.પં.મુક્તિવિ. (પૂ. મુક્તિચન્દ્રસૂરિ) પાસે પહોંચી જતો. ૩-૪ કલાક પાઠ લેતો.
તમે ભલે તપ કરતા હો, પણ ચાલુ તપમાં સેવા ન કરાય, ઉપદેશ ન અપાય, એવું નથી.
આહારનું પચ્ચકખાણ માત્ર આપણને છે. બીજાને લાવી આપવામાં પચ્ચક્ખાણ ભાંગે નહિ. ભાંગે તો નહિ, પણ સેવાથી ઉર્દુ એ પચ્ચક્ખાણ પુષ્ટ થાય.
નવકારશીમાં બે આગાર : અનાભોગ અને સહસાગાર.
અનાભોગ એટલે અજાણપણે થવું અને સહસાગાર એટલે ઓચિંતું થઈ જવું.
પોરસીમાં બીજા ચાર આગા૨ :
પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુ વચન, સર્વ સમાધિ પ્રત્યાયિક. આ ચાર વધ્યા.
પ્રચ્છન્નકાલમાં સૂર્ય ઢંકાઈ ગયેલો હોય ને ટાઈમનો બરાબર ખ્યાલ ન આવે ત્યારે..
દિશાશ્રમમાં સૂર્યની દિશા ભૂલી જતાં ગરબડ થઈ જાય ત્યારે...
સાધુવચનમાં સાધુની ઊઘાડા-પાત્રા પોરસી સાંભળીને પોરસીના પચ્ચખાણ પારી લે.
- સવ્વસમાવિત્તિયાગારેણ માં જીવલેણ પીડા થતી હોય, સમાધિ માટે જરૂર પડે, વૈદ્ય કે ડૉકટરને ત્યાં જરૂર પડે ત્યારે...
પુરિમઢમાં : એક આગાર વધુ - “મહત્તરાગારેણં'
મહાન કાર્ય માટે ગુરુ-આજ્ઞાથી જવું પડે તેમ હોય, શક્તિ ન હોય તો ગુરુ વપરાવે છતાંય પચ્ચકખાણ ન ભાંગે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * * *
* * *
* * * *
* ૩૯૯