________________
काकटूर( नेल्लेर) तीर्थ प्रतिष्ठ, वि.सं. २०५२
આસો સુદ ૪ ૧૩-૧૦-૧૯૯૯, બુધવાર
- સાંજે પ્રતિક્રમણ પછી ગુરુ પાસે થોડો સમય બેસવું. શા માટે ?
સામાચારી આદિનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગુરુ પાસે બેસવું તે એક પ્રકારનો વિનય છે. આ વિનય ચાલ્યો ન જાય માટે બેસવું.
શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા વગેરેની સ્તુતિ આચરણાથી કરવાની છે. આગમ પ્રમાણ છે, તેમ આચરણ પણ પ્રમાણ છે.
સવારે પ્રતિક્રમણ ઠાવ્યા પછી પ્રથમ કાઉસ્સગ્ન ચારિત્રશુદ્ધિ માટે છે. બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે, ત્રીજો કાઉસ્સગ અતિચાર માટે (“સયાણાસણન્ન - પાણે વાળો) છે.
દિવસમાં કરેમિભંતે કેટલી વાર ? નવ વાર. વારંવાર એટલા માટે સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરવાનું છે કે એથી સમતાભાવ આવે. સમતાભાવ યાદ આવે. સમતાના સ્થાને વિષમતા આવી હોય તો દૂર કરવાનું મન થાય.
૩૨
*
*
*
*
*
*