________________
5 પંચવસ્તક :
લોકમાં રાજદૂત આદિ જેમ જણાવેલું કાર્ય પૂરું થયા પછી ફરી વંદન કરી જણાવે તેમ અહીં પ્રતિક્રમણમાં પણ છઠ્ઠા આવશ્યકમાં ગુરુ-વંદન એટલા માટે છે કે આપની આજ્ઞા પ્રમાણે પ્રતિક્રમણ કર્યું છે, એમ વંદનપૂર્વક જણાવું છું.
મુનિચન્દ્રવિજય : પ્રતિક્રમણમાં ગુજરાતી સ્વાધ્યાય (સજઝાય) ચાલે તો અન્ય સમયે ગુજરાતી સ્વાધ્યાય કેમ ન ચાલે ?
ઉત્તર : ઉંમરવાળા માટે ગુજરાતી સ્વાધ્યાય ચાલે જ છે, પણ ભણેલા માટે નહિ.
સરહદ પર રહેનારનું કર્તવ્ય અલગ છે. સામાન્ય પ્રજા માટેનું કર્તવ્ય અલગ છે.
આ પુસ્તકને વાંચનાર આંખો સમક્ષ લાવનાર પૂ. બંધુ યુગલ તેમજ તેમને જન્મ આપનાર માતુશ્રી ભમીબેનને પણ ધન્યવાદ ઘટે છે. ખરેખર જન્મ અને જીવનને જો સાર્થક બનાવવું હોય તો કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચવું રહ્યું.
- સા. દિવ્યકૃતિશ્રી : માંડવી
આપશ્રીજીએ પૂજયશ્રીજીના મુખારવિંદમાંથી નીકળતી વાણીને ઝીલી કોમ્યુટર માઈન્ડ તથા હાથથી આ પુસ્તકરૂપી શ્રતગંગાને વહેતી મૂકી મહાન ઉપકાર કર્યો છે.
- સા. વિરતિપૂર્ણાશ્રી : સાંતલપુર
પૂજયશ્રી કહેતા કે મારું નામ “કલાપૂર્ણ, પણ ક્યાં કલાથી પૂર્ણ છું ? તે તો ભગવાન જ હોય. ભગવદ્રૂપ ગુરુદેવ ગુણોથી પરિપૂર્ણ છતાં સ્વયંને અપૂર્ણ કહેતા. કેટલી નમ્રતા ?
- સા. વિરતિકૃપાશ્રી : સાંતલપુર
કહે
*
*
*
*
*
*
*
*
*
* *
૩૯૧