________________
તો મેલા થાય, નિર્વસ્ત્ર માણસને શું ? એમ સમજીને સમ્યક્ત તરફ દુર્લક્ષ નહિ સેવતા. ન હોય તો તેને મેળવવા પ્રયત્ન કરજો. હોય તો તેને નિર્મળ બનાવવા પ્રયત્ન કરજો.
યાદ રહે કે પરભવમાં લઈ જઈ શકાય તેવું માત્ર સમ્યગુ દર્શન જ છે. ચારિત્ર લઈ જઈ શકાતું નથી.
ક્ષાયોપથમિક ગુણોનો ભરોસો કરવા જેવો નહિ. માવજત ન કરો તો ચાલ્યા પણ જાય. તેલનો દીવો બુઝાતા વાર શી ? હા, રત્નનો દીવો ન બુઝાય. ક્ષાયિકભાવ રત્નનો દીવો છે.
સાપ જેમ શોધીને ઘરમાંથી બહાર કાઢો છો, તેમ મિથ્યાત્વ – કષાયાદિને શોધી શોધીને બહાર કાઢો.
- “ધર્મી જાગતા ભલા ને અધર્મી સૂતા ભલા.”
જયંતી શ્રાવિકાના એક પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીરે આ કહેલું છે.
આપણે સૂતેલા છીએ કે જાગતા ? સમ્યમ્ દષ્ટિ જાગતા કહેવાય. મિથ્યાત્વી સૂતેલા કહેવાય.
આપણામાં સમ્યક્ત આવી ગયું ? ન આવ્યું હોય તો આપણે ખુલ્લી આંખે સૂતેલા છીએ, એમ માનજો.
૦ રોકડ નાણું વ્યવહારમાં કામ આવે. હાથમાં રહેલું શસ્ત્ર સૈનિકને કામ આવે. તેમ કંઠસ્થ જ્ઞાન આપણને કામ આવે.
ચોપડીમાં પડેલું જ્ઞાન કામ નહિ લાગે. ઉપયોગમાં આવતું જ્ઞાન જ ચારિત્ર બની શકે.
જ્ઞાનની તીણતા ચરણ તેહ.” જ્ઞાનની તીક્ષ્ણતા તે જ ચારિત્ર છે.
પ્રતિક્ષણે ઉદયમાં આવતી મોહની પ્રકૃતિઓનો સામનો કરવા તીક્ષ્ણ જ્ઞાન જોઈશે, પ્રતિપળનો તીવ્ર ઉપયોગ જોઈશે, નહિ તો આપણે મોહની સામે હારી જઈશું. ' લખવાથી કે પોથા રાખવાથી તમે જ્ઞાની બની શકતા નથી. એ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી જ જ્ઞાની બની શકો છો.
હેમ પરીક્ષા જિમ હુએ જી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએ જી, જિહાં બહુ કિરિયા વ્યાપ...”
- પૂ. યશોવિજયજી મ. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૮૯