________________
ચોથું ગુણઠાણું આપણને સ્પર્યું છે કે નહિ ? તેનું આત્મનિરીક્ષણ કરવું ઘટે.
સમ્યક્તના લક્ષણો છે આપણામાં ?
તાવ વગેરે ગયા છે કે નહિ તે આરોગ્યના ચિહ્નોથી જણાય તેમ અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ આદિ ગયા છે કે નહિ, તે સમ્યક્તના લક્ષણોથી જણાય.
આપણા કષાયોની માત્રા અનંતાનુબંધીની કક્ષાની તો ન જ હોવી જ જોઈએ. જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે, ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ...”
- ઉપા. યશોવિ, ૧ ૨૫ ગાથાનું સ્તવન પ્રબળ કષાયનો અભાવ તે જ ધર્મનું લક્ષણ છે. કોઈની સાથે કટુતાની ગાંઠ બાંધી લેવી તે ઉત્કટ કષાયોની નિશાની
પાપભીરૂ અને પ્રિયધર્મી : આ બે ધર્મીના ખાસ લક્ષણો
છે.
કાંટા ચૂભે ને પીડા થાય, તેમ કષાયોથી પીડા થવી જોઈએ. આપણને કાંટા ચૂભે છે, પણ કષાયો ક્યાં ચૂભે છે ?
વાવ બાજુ આપણા સાધ્વીજીને એકી સાથે અનેક મધમાખીઓ ચોંટી પડેલી કેટલી પીડા થઈ હશે ? એક કાંટાથી શીલચન્દ્રવિ. સ્વર્ગવાસી બનેલા.
એક કાટવાળા ખીલાથી અમૃતલાલ ગોધન (ભચાઉ)નો એકનો એક પુત્ર (પ્રભુલાલ) મૃત્યુ પામેલો. તેને ધનુર્વા થયેલો.
આથી પણ વધુ ખતરનાક કષાયો છે. માટે જ થોડા પણ કષાયનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ જ્ઞાનીઓ ફરમાવે છે.
સમ્યક્ત સપ્તતિકા ગ્રંથ છે, જેમાં સમ્યત્ત્વનું પૂર્ણ વર્ણન છે. પણ એ વાંચે કોણ ? માટે જ તો પૂ. યશોવિ. જેવાને સમકિતના ૬૭ બોલની સજઝાય વગેરે જેવી ગુજરાતી કૃતિઓ બનાવવી પડી છે.
સમ્યક્ત હોય જ નહિ પછી તેની શુદ્ધિ શું ? કપડાં હોય
૩૮૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧