________________
न हु भे वीससिअव्वं थोवंपि हु तं बहु होइ ॥ કષાયાદિના નાશ માટે પગામસિજ્જાય આદિ સૂત્રો અત્યંત ઉપયોગપૂર્વક બોલવા. ‘વિષે અસંગમે'થી લઈને તેત્રીશ આશાતનાઓ સુધી કેવું વર્ણવ્યું છે ?
ઞ = સમન્તાત્ શાતના = આશાતના ચારેબાજુથી જે ખલાસ કરી નાખે તે આશાતના છે.
આગની જેમ આશાતનાથી દૂર રહો. આગ સર્વતોભક્ષી છે, તેમ આશાતના પણ સર્વતોભક્ષી છે. આપણું બધું ખલાસ કરી નાખે.
પગામસિાય આદિ સૂત્રો કદાચ બીજા બોલતા હોય તો ખૂબ જ ઉપયોગપૂર્વક સાંભળવા. એ બોલતા રહે ને આપણો ઉપયોગ બીજે રહે, એવું ન બનવું જોઈએ.
ડ્રાઈવર ગાડી ચલાવતાં જેટલો જાગૃત રહે તેટલી જ જાગૃતિ સૂત્રાદિમાં હોવી જોઈએ.
પ્રશ્ન ઃ ડ્રાઈવર ગાડી ચલાવે, બીજા નિરાંતે બેઠા રહે, તેમ બોલનાર સૂત્ર બોલે બીજા ઉપયોગશૂન્ય થઈ સાંભળે તે ન ચાલે ?
ઉત્તર ઃ અહીં બધા જ ડ્રાઈવર છે. બધાની આરાધનાની ગાડી અલગ છે. કોઈની ગાડી, બીજો કોઈ ન ચલાવી શકે. તમારી ગાડી તમારે જ ચલાવવાની છે. એટલે જ તો ભગવાન મહાવીરે ઈન્દ્રને સહાયતા માટે ના પાડેલી. મારી સાધના મારાવતી બીજો કોઈ શી રીતે કરી શકે ? બીજાના ખભે બેસીને મોક્ષના માર્ગે જઈ શકાતું નથી.
તમારાવતી બીજો કોઈ જમી લે, તે ચાલે ?
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક સાધુ વગેરે કોઈની પણ સાથે અપરાધ થયો હોય તે ખમાવવાનો છે. ‘આયરિય વાાત્' સૂત્ર આ જ શીખવે છે.
ધર્મમાં ઓતપ્રોત ચિત્તવાળો જ ક્ષમાપના કરી શકે. 'उवसमसारं खु सामण्णं'
સમગ્ર સાધુતાનો સાર ઉપશમ છે.
સાંવત્સરિક પર્વ ક્ષમાપના પર્વ છે. જૈનોમાં એટલું એ
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૩૮૦