________________
આવ્યો ? આપણે આત્મનિરીક્ષણ નહિ કરીએ તો કોણ કરશે ? આત્મનિરીક્ષણ વિના દોષો નહિ ટળે.
જે પાપો થયા હોય તેનું પ્રાયશ્ચિત્ત કરો. ગુરુ સાક્ષીએ ગોં અને આત્મસાક્ષીએ નિંદા કરો.
આપણા પરિણામો પડીને સાવ જ ચૂર-ચૂર થઈ જાય તે પહેલા તેને પકડી લો. બરણી વગેરે ઘણીવાર પડી જતી હોય છે, ત્યારે વચ્ચેથી જ કેવા પકડી લઈએ છીએ ? નીચે પડતી બરણી હજુ પકડી શકાય, પણ પડતા પરિણામને પકડવા મુશ્કેલ છે.
આ રીતે પરિણામને ધારણ કરી રાખે તેને જ “ધર્મ કહેવાય. “થRUTદ્ થર્ષ ૩ '
૦ પાલીતાણામાં આવેલા પૂર વખતે ચારિત્રવિજયજી કચ્છીએ ૧૦૦ જણને લગભગ બચાવેલા. તરવાની કળા તેઓ જાણતા હતા.
સાધુ-સાધ્વી સંસાર સાગરના તરવૈયા ગણાય.
આપણા આશરે આવેલાને આપણે નહિ તારીએ તો બીજો કોણ તારશે ?
- બ્યાવર પાસેના બલાડ ગામમાં “જિનાલય અમારા બાપદાદાનું બંધાવેલુ છે.” એમ ખબર પડતાં તેમણે જ પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય તુલસીને સાફ કહી દીધું : આપના સંઘમાં અમને ગણો કે ન ગણો, અમે અમારા બાપ-દાદાનું મંદિર સંભાળવાના, ત્યાં અમે પ્રતિષ્ઠા કરાવેલી.
હમણાં હગરીબામનહલ્લીમાં પ્રતિષ્ઠાનો ચડાવો એક તેરાપંથીએ લીધેલો.
અહીંની બાજુના મોખા ગામમાં પ્રતિષ્ઠા નાની પક્ષના સ્થાનકવાસીઓએ કરાવેલી.
દુકાનમાં આગ લાગી છે, એમ ખબર પડતાં તમે શું કરો ? તરત જ બુઝાવી નાખો ને ? | મનમાં પણ કષાયો ઉત્પન્ન થાય, તે જ ક્ષણે એને શાંત કરી દો. કષાય આગથી પણ ખતરનાક છે.
अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च ।
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
*
* *
* * * *
* * * ૩૦૯