________________
વ્યાપક છે કે ભારતના કોઈ પણ ખૂણે રહેલો જૈન ક્ષમાપના કરશે.
આપણે સૌ ભગવાન મહાવીરના સંતાન છીએ. ક્ષમા આપણો ધર્મ છે. એ માર્ગે ચાલીએ તો જ એમના અનુયાયી કહેવાઈએ.
ક્ષમાપના ન કરીએ, મનમાં વૈરનો અનુબંધ રાખીએ તો કમઠ કે અગ્નિશર્માની જેમ ભવોભવ વે૨નો અનુબંધ સાથે ચાલે. આ બધી વાતો સાંભળીને ક્રોધના અનુબંધથી અટકવાનું છે.
આજે ભગવતીમાં આવ્યું : પ્રશ્ન ઃ સાધુને સંસાર હોય ?
ઉત્તર : પૂર્વ કર્મોનો ઉચ્છેદ ન કરેલો હોય, તો અનંતકાળ સુધી પણ સાધુનો જીવ સંસા૨માં રખડે.
કર્મ કહે છે : હું શું કરું ? તમે મને બોલાવ્યો એટલે હું આવ્યો. સિદ્ધો નથી બોલાવતા તો હું તેમને ત્યાં નથી જતો.
પ્રતિક્રમણ આવા પાપકર્મોને દૂર કરવાની પ્રક્રિયા છે. તે વખતે જ પ્રમાદ કરીએ તો થઈ રહ્યું. સૈનિક યુદ્ધ વખતે જ પ્રમાદ કરે તો ? પોતે તો મરે જ, દેશને પણ ઘોર પરાજય સહવો પડે.
આપણે પ્રમાદ કરીશું તો આપણે તો સંસારનું સર્જન કરીશું, પણ આપણા આશ્રિતને પણ સંસારમાં જવું પડશે. ભગવાન પ્રતિ પ્રીતિ જાગે તો ભવભ્રમણ ટળી
શકે.
जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्वरणे, जिणवयणे आयरं कुह ॥
બે સ્તવન વધુ બોલી જવાથી ભક્તિ નથી આવી જતી, પણ જિનવચનમાં આદર થવાથી ભક્તિ નિશ્ચલ બને છે. જિનનો પ્રેમ જિન-વચનના પ્રેમ ત૨ફ લઈ જનારો હોવો
જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
૩૮૧