________________
કરવી જોઈએ.
સમ્યગૂ દર્શન થયું તેને આત્મદર્શન, તત્ત્વદર્શન અને વિશ્વદર્શન થયું સમજો.
- ભક્તિનો બીજો પ્રકાર : મારી ભક્તિ !
વાનરશિશુ માતાને વળગે છે. જ્યારે બિલાડી બચ્ચાંને પકડે છે.
જ્ઞાની અને ભક્તની ભક્તિમાં આટલો ફરક છે.
જ્ઞાની ભગવાનને પકડે છે. આ વાનરી ભક્તિ. દા.ત. અભયકુમાર
- ભગવાન ભક્તને પકડે છે. આ મારી ભક્તિ. દા.ત. ચંડકૌશિક.
અભયકુમારે ભગવાનને પકડ્યા હતા. યેન કેન પ્રકારેણ દીક્ષા લઈ ભગવાનનું શરણું લીધું હતું. જ્યારે ચંડકૌશિકને તારવા ભગવાન સામે ચડીને ગયા હતા. ૨ ની યાત્ પુષાંગિનની, પાત્રની શોથની વ્ર છે ,
મારા પુણ્યરૂપ શરીરને જન્મ આપનારી, તેનું પાલન શોધન કરનારી માતા જય પામો.
માતા શું કરે છે ? બાળકને જન્મ આપે, ઉછેરે, સાચવે અને સાફ કરે. મા સિવાય આ કામ કોણ કરી શકે ? યાદ છે આ બધું ? શૈશવને યાદ કરો. પારણામાં સૂતેલા હતા ત્યારે કોણ ઝૂલાવતું ? કોણ હાલરડા ગાતું ? કોણ દૂધ પીવડાવતું ? કોણ દેરાસરે લઈ જતું ? કોણ નવકાર શીખવતું ?
આવા સંસ્કાર આપનાર માતા શી રીતે ભૂલાય ? એની અવગણના શી રીતે થઈ શકે ? ૪૦૦ સાધકોમાં મા ની અવગણના કરનારો કોઈ નહિ જ હોય. એવાને અહિ આવવાનું મન પણ ન થાય.
આપણે રડતા'તા ને મા દોડતી આવતી. આપણે ભૂખ્યા થતાને મા દૂધ પીવડાવતી.
આપણે પથારી બગાડતા ને મા તે કાઢીને સૂકી પથારીમાં સૂવડાવતી. આવી મા તમે ભૂલો ખરા ? ભગવાન પણ જગતની મા છે, જગદંબા છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૦૦