________________
મહિનાથી આવું છું. એકે ય પ્રશ્ન પૂછ્યો નથી, પણ બધા જ પ્રશ્નોનો જવાબ આવી ગયો છે.
પ્રભુ ! આપ આદેશ આપો. મારે શું કરવું ?' આમ તે કહેવા લાગ્યો. આ ગુરુમાં ભગવબુદ્ધિ થઈ કહેવાય.
ગુરુ તત્ત્વ છે, વ્યક્તિ નથી. તમે બહુમાન કરો છો, નારા લગાઓ છો તે વ્યક્તિના નહિ, ગુરુ તત્ત્વના છે.
ગુરુને વળગી રહે તેને ગુરુ ભવ-પાર કરાવી દે. આ થઈ વાનરી ભક્તિ. વાનર-શિશુનું ફક્ત આટલું જ કામ – વળગીને રહેવું.
ટ્રેનમાં જનારનું ફક્ત આટલું જ કામ - ટ્રેનમાં બેસી રહેવું. તે સ્વયં ઈષ્ટ સ્થાને પહોંચી જાય.
વિસ્મગહરંમાં કહ્યું : “તારેત્રહિન્ન વૉર્દિ'ભગવન્! મને બોધિ આપો.” બધું જ હોત તો આમ માંગવાની જરૂર શી પડે ?
આવતી કાલે ચૌદશ છે. આયંબિલ કરજો, મંગળરૂપ છે. વિગ્ન નિવારક છે. થાળી-જીભ-મન વગેરે કાંઈ નહિ ખરડાય.
આયોજક ન કહી શકે, પણ અમે કહી શકીએ. કાલે રસ પડી જાય તો આસો ઓળીમાં આવી જજો.
પુસ્તક વાંચતાં તો પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત બની જઈએ છીએ. જેમ ગુલાબની સુગંધ તેલમાં આવે તેમ આ પુસ્તક વાંચતા ભક્તિની ફોરમ મારામાં આવે તેવું લાગે છે. અંતે પ્રભુ સંદેશ અનેક લોકો સુધી પહોચાડવાનું કાર્ય અમારા માટે કરનાર પૂ.પં. મુક્તિચંદ્રવિ. મ. સા. તથા પૂ.ગ. મુનિચંદ્રવિ. મ. નો ઉપકાર તો ભવોભવ સુધી ભૂલી શકાય તેમ નથી.
- સા. વિનયગુણાશ્રી
પાલનપુર
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
*
*
*
*
*
*
*
*
*
*
૩
૫