________________
ભક્તિના બે પ્રકાર છે : વાનરી અને માર્કારી
ભક્તિ.
ભક્તિ કરીએ છીએ, પણ શ્રદ્ધા-વિશ્વાસ નથી. વાંદરીને તેનું બાળક વળગી રહે, એટલે તેનું કામ થઈ ગયું. તેને કૂદવાની જરૂર નહિ. આપણે જો ગુરુ કે અરિહંતને વળગી રહીએ તો ભય શાનો ? દુર્ગતિનો ભય શાનો ? ભગવાનને જે વળગે તે દુર્ગતિમાં ન જ જાય.
શશીકાન્તભાઈ : અમે આપને વળગી રહ્યા છીએ, સતિમાં લઈ જશોને ?
પૂજ્યશ્રી : આનું નામ જ શંકા ! તમે વળગી રહો તો કોની તાકાત છે કોઈ દુર્ગતિમાં લઈ જાય ?
શશીકાન્તભાઈ : આપ ‘હા’ પાડો, એમ કહું છું. શંકા
નથી.
પૂજ્યશ્રી : આ પણ શંકા છે. ભોજનને પ્રાર્થના નથી કરવી પડતી : હે ભોજન ! તું ભૂખ મટાડજે. તૃપ્તિ આપજે. ભગવાનને પ્રાર્થના નથી કરવી પડતી, એ તેમનો સ્વભાવ છે પણ આપણને પૂર્ણ શ્રદ્ધા નથી માટે જ શંકા થાય છે, પ્રશ્ન થાય છે.
ટ્રેન પર કેટલો વિશ્વાસ છે ? તમે ઉંઘી જાવ છો... પણ ડ્રાઈવર ઉંઘી જાય તો ? તમને ડ્રાઈવર પર વિશ્વાસ છે, પણ દેવ-ગુરુ પર વિશ્વાસ નથી. એટલે જ પૂછવું પડે છે. શશીકાન્તભાઈ : મિચ્છા મિ દુક્કડં.
પૂજ્યશ્રી : ના, આમાં તમે કાંઈ ખોટું નથી પૂછ્યું. તમે પૂછ્યું ન હોત તો આટલું આ ખુલત નહિ. લોકોને જાણવા મળત નહિ.
યોગાવંચક સાધક ફળ પ્રાપ્ત કરે જ. ગુરુ પ્રત્યે અવંચકપણાની બુદ્ધિ તે યોગાવંચકતા છે.
ગુરુને જોયા, પાસે બેઠા, વાત સાંભળી, વાસક્ષેપ લીધો, એટલા માત્રથી ગુરુ મળી ગયા છે એમ ન કહી શકાય. ગુરુમાં ભગવદ્ બુદ્ધિ જાગે તો ગુરુ મળ્યા કહેવાય.
ડીસામાં એક એવા ભાઈ મળેલા, તેમણે કહ્યું : ૩-૪
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૩૬૪
*