________________
पूज्यश्री के दर्शनार्थ सा. शंभरा, मदास
લાભ :
ભાદરવા વદ ૧૩ ૦૭-૧૦-૧૯૯૯ : બપોર
હું બોલું ને તમને મીઠું લાગે, એ મારા હાથમાં નથી. લાગે છે કે તીર્થકરોનો આ પ્રભાવ છે, પ્રથમ માતાનો પ્રભાવ છે જે સત્ય અને પ્રિયવાણી શીખવે છે, જે દેવ-ગુરુની ભક્તિ શીખવે છે.
૧લી માતા સાધુ ભગવંત સાથે મિલન કરાવે, મોક્ષમાર્ગમાં સહાય કરે તે સાધુ.
બીજી માતા ઉપાધ્યાય ભગવંત સાથે મિલન કરાવે જ્ઞાન આપે તે ઉપાધ્યાય, વિનય અને ભક્તિના તેઓ જીવંત દૃષ્ટાંત છે.
ત્રીજી માતા આચાર્ય ભગવંત સાથે મિલન કરાવે, આચાર્ય આચાર-પાલન કરે.
ચોથી માતા અરિહંત ભગવંત સાથે મિલન કરાવે, ત્રિપદી આપીને ધ્યાનમાં લઈ જાય.
ચાર માતાના ખોળામાં બેઠા એટલે પાંચમી ગતિ (મોક્ષ) મળે જ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
*
* *
* *
* * * *
૩૬૩