________________
થયો. નિર્વિકલ્પ સમાધિ વિના આવું ઉત્કૃષ્ટ નિર્માણ થઈ શકે નહિ. શબ્દાતીત અવસ્થામાં ગયા પછી બધા શબ્દો તમારા દાસ બનીને ચરણ ચૂમે છે. શબ્દો તમારે શોધવા પડતા નથી, શબ્દો તમને શોધતા આવે છે, રચના સહજ રીતે થઈ જાય છે.
આત્મપ્રદેશનો આનંદ અલગ, અવ્યાબાધ સુખનો આનંદ અલગ.
જેમ કોઈ ઉદાર માણસ અલગ-અલગ મીઠાઈઓથી ભક્તિ કરે, તેમ ચેતના ચેતનની ભક્તિ કરે છે. અનાદિકાળથી ચેતને કદી ચેતનાની સામે ય જોયું નથી. હવે ચેતનાએ નક્કી કર્યું છે : એવી ભક્તિ કરૂં, ચેતન કદી બહાર જાય જ નહિ.
ચેતના પતિવ્રતા સ્ત્રી છે. જે કદી સ્વામીને છોડતી નથી. આપણે એટલા નફટ છીએ કે કદી એની સામું જોયું નથી.
સમાવિનો પુOTI:, મમાવિનઃ પર્યાયાઃ ગુણ સદા સાથે જ રહે એ કદી આપણો સાથ ન જ
છોડે.
પ્રથમ સંપાદકને કોટિશઃ પ્રણામ. આ પુસ્તક વાંચતા પૂજયશ્રીજી પ્રત્યે અત્યંત અહોભાવ પ્રગટે છે.
- સા. દર્શનગુણાશ્રી
માંડવી
ખરેખર ! આપ ધન્યવાદને પાત્ર છો. બોલવામાં અને લખવામાં ઘણો ફરક પડે છે. બોલવામાં સ્પીડ હોય, જ્યારે લખવામાં ધીમી ગતિ હોય. પણ આપ પૂજયોએ લખવામાં અત્યંત સ્પીડ રાખી છે કે જેવું ગુરુદેવ બોલ્યા કે તરત જ એ ટંકશાળી વચનોને આપે ઢાંકી દીધા છે. જે આજે અમારી સન્મુખ આવી પહોચ્યા છે.
- સા. વિરતિધર્માત્રી
સાંતલપુર
8
૩૬૨
*
*
*
*
*
*
*
*
*
* *
* કહે કલાપૂર્ણસૂરિ-૧
* કહે