________________
સ્તોત્રનું ફળ છે.
“નામ ગ્રહંતાં આવી મિલે મન ભીતર ભગવાન' આમ કહેતા ઉપાધ્યાય માનવિજયજીના હૃદયમાં ભગવાન આવી શકે તો આપણા હૃદયમાં કેમ ન આવી શકે ? આ મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ તો છે ને ? એ વચન પર વિશ્વાસ રાખીને સાધનાના માર્ગે આગળ વધશો તો માનવિજયજીની જેમ તમને પણ આવો અનુભવ થશે.
૭ માળી બીજમાં વૃક્ષ જુએ છે. શિલ્પી પત્થરમાં પ્રતિમા જુએ છે. પ્રભુ ભક્ત, પ્રભુનામમાં પ્રભુ જુએ છે.
૦ ધર્મ પર પ્રેમ છે ? ધર્મ એટલે મોક્ષ. ધર્મ મોક્ષનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર થઈ શકે. મોક્ષ પર પ્રેમ હોય તો ધર્મ પર કેમ નહિ ?
તૃપ્તિ ગમે કે ભોજન ? તૃપ્તિ ગમે છે ? ભોજન વિના તૃપ્તિ શી રીતે મળશે ? ધર્મ વિના મોક્ષ શી રીતે મળશે ? મોક્ષ પર પ્રેમ હોય તો ધર્મ પર પ્રેમ હોવો જ જોઈએ.
- ભક્તિ એટલે જીવન્મુક્તિ. જેણે આવી ભક્તિ અનુભવી તે કહી શકે : “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી” કારણ કે ભક્તિમાં મુક્તિ જેવો આસ્વાદ તેને મળી રહ્યો છે.
- કેવળજ્ઞાન મોટું કે શ્રુતજ્ઞાન ? પોત-પોતાના સ્થાને બંને મોટા, પણ આપણા માટે શ્રુતજ્ઞાન મોટું ! એ જ આપણું ઉપકારી છે. સૂરજ ભલે મોટો હોય, ભોંયરામાં રહેનાર માટે દીવો જ મોટો છે.
૦ આ વીતરાગ જિનેશ્વર દેવને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બુદ્ધ વગેરે સર્વ નામે પોકારી શકો.
તે તે નામોની વ્યાખ્યા ભગવાનમાં ઘટી શકે. ભગવાન બ્રહ્મા છે. કારણ કે તેઓ પરબ્રહ્મ સ્વરૂપી છે. ભગવાન વિષ્ણુ છે. કારણ કે કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપી
ભગવાન શંકર છે. કારણ કે સૌને સુખ આપનારા છે. ભગવાન બુદ્ધ છે. કારણ કે કેવળજ્ઞાનરૂપી બોધને પામેલા
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* *
*
* *
* * * * * *
૩૫૫