________________
ક્રિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે.” પૂ. આનંદઘનજીના આ ઉદ્ગારો પર વિચારજો.
» મહાપુરુષોના ગ્રંથો મળવા એટલે મહાપુરુષો સાથે મિલન થયું સમજવું. આનંદઘનજી, દેવચન્દ્રજી જેવા યોગીઓની કૃતિઓ આપણને મળે છે, તે આપણા અહોભાગ્ય છે.
• પુત્ર-પિતા, પતિ-પત્ની વગેરે તમારા સંબંધોની પ્રીતિ સ્વાર્થીયુક્ત છે, મલિન છે, માત્ર ભગવાનની પ્રીતિ જ નિર્મળ છે.
૨ ઉપ૨ જવાના પગથિયામાંથી કયું પગથિયું મહત્ત્વપૂર્ણ ? બધા જ ! તેમ સાધનાના બધા જ સોપાનો મહત્ત્વપૂર્ણ છે.
પગથિયામાં વચ્ચે વધુ વખત ઉભા ન રહી શકાય, પાછળથી આવનારા ધક્કા મારશે. આપણે અત્યારે વચ્ચે છીએ. “પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અર્ધ જાવું.” ચૌદ રાજલોકમાં વચ્ચે છીએ. નિગોદથી નિર્વાણની યાત્રામાં વચ્ચે છીએ. ૧૪ ગુણઠાણામાં વચ્ચે છીએ. (અત્યારે વધુમાં વધુ સાતમા ગુણઠાણે પહોંચી શકીએ) પણ વચ્ચે વધારે વખત ન રહી શકાય. આપણી પાછળ અનંતા જીવો ઉભા છે, જો આપણે આગળ નહીં જઈએ તો પાછળ ધકેલાવું પડશે, નિગોદમાં જવું પડશે. કેમ કે ટાસકાયમાં બે હજાર સાગરોપમથી વધારે ન રહી શકાય.
જ્ઞાન બે પ્રકારનું ઃ સુખભાવિત અને દુઃખભાવિત. સુખભાવિત જ્ઞાન, સુખભાવિત ધર્મ થોડુંક જ કષ્ટ આવતાં નષ્ટ થઈ જાય છે. દુ:ખભાવિત ધર્મ કષ્ટો વચ્ચે પણ અડીખમ રહે છે. માટે જ પરમ કરૂણાનિધાન ભગવાન મહાવીરદેવે લોચ, વિહાર, ભિક્ષાચર્યા, ૨૨ પરિષહ ઈત્યાદિ કષ્ટો બતાવ્યા છે. નહિ તો કરૂણાશીલ ભગવાન આવું કેમ બતાવે ?
કહે
*
*
* *
*
*
*
*
* * ૩૪૫