________________
મળેલી હોય તેને જ મુક્તિ મળી શકે. ભક્તિ વિના નવપૂર્વી પણ મુક્તિ મેળવી શકે નહિ.
તરિમન પરમાત્મા પરમરૂપ મf:' એમ નારદીય ભક્તિસૂત્રમાં લખ્યું છે. શ્રેણિકે આ પ્રેમરૂપ ભક્તિથી જ તીર્થકર નામકર્મ બાંધ્યું.
ભગવાનને છોડીને ધ્યાન નહિ થાય, બેધ્યાન થશે. દુર્બાન થશે. જ્યાં ભગવાન ન હોય તેને કદી ધ્યાન માનશો નહિ, તેવા ધ્યાનથી ભરમાશો નહિ.
શ્રાવક દુર્ગાદાસે, પૂ. દેવચન્દ્રજીને કહ્યું : ભગવદ્ ! આપ તો અધ્યાત્મરસમાં મહાલો છો. અમારા પર ઉપકાર થાય એવું આપ કાંઈક કરી શકો ?
કોઈ રચના કરો.
દુગાદાસની આ વિનંતીથી શ્રી દેવચન્દ્રજીએ અધ્યાત્મગીતા બનાવી છે. નાનકડી કૃતિ, પણ અધ્યાત્મરસથી ભરેલી છે.
પૂ. દેવચન્દ્રજીએ દુર્ગાદાસને “મિત્ર' તરીકે ઉલ્લેખ્યો છે.
- ભક્તિ અને વિરતિ શુદ્ધભાવથી તમે અપનાવો, પછી તમને ધ્યાનમાં પહોંચાડવાની જવાબદારી મારી.
સમગ્ર જીવરાશિ પરની ભાવ કરૂણા જ ભગવાનને ભગવાન બનાવે છે.
ભક્તિથી પ્રભુ પ્રત્યેનો સમર્પણ ભાવ, વિરતિથી જીવો પ્રત્યેનો મૈત્રીભાવ જાગે. આ બંનેથી સમાધિ મળે જ. પહેલી માતા (વર્તમાતા) જ્ઞાન આપે. બીજી માતા (પુણ્યમાતા નવકાર) ભક્તિ આપે. ભગવાનની ભક્તિ નામાદિ ૪ પ્રકારે થઈ શકે છે. ત્રીજી ધર્મમાતા, અષ્ટપ્રવચન માતા વિરતિ આવે. ચોથી ધ્યાનમાતા, ત્રિપદી, સમાધિ આપે.
આ કાળમાં આજ્ઞા કદાચ ન પાળી શકાય, પણ આજ્ઞા પ૨ આદર હોય તો ય તરી જવાય.
“સૂત્ર અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે;
૩૪૪
ઝ
ઝ
=
=
=
=
=
=
*
*
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
*