________________
તમારે જે જોઈએ છે તે મેળવો. મોક્ષ પણ અહીં જ મેળવો. જે અહીં મોક્ષનું સુખ નહિ મેળવી શકે તે પરલોકનો મોક્ષ નહિ મેળવી શકે. આપણે પરલોકની આશામાં બેઠા છીએ : મુક્તિ ત્યાં મળશે. પણ અનુભવીઓ કહે છે : પહેલા અહીં મોક્ષ પછી ત્યાં મોક્ષ. અહીં નહિ તો ત્યાં પણ નહિ.
- હું દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે ઘરના અમુક વડીલો કહેતા : અક્ષય ! તમે તો મહાન શ્રાવક આનંદ અને કામદેવથી પણ વધ્યા. તેમણે પણ દીક્ષા નહોતી લીધી, તમે લેવા તૈયાર થયા છો. એવા તમે કયા મોટા ? ઘેર રહી સાધના નથી થતી ?
શાસ્ત્રીય વાતનો પણ માણસ કેવો દુરુપયોગ કરે છે ? શાસ્ત્રમાંથી પણ પોતાને અનુકૂળ તર્ક માણસ કઈ રીતે શોધી કાઢે છે ? તેનો આ નમૂનો છે.
• શશીકાન્તભાઈ : આપની સાથે મોક્ષમાં જવાનો સંકલ્પ છે.
ઉત્તર : સાથે શા માટે ? મારાથી પણ પહેલા જાવ. પૂ. હેમચન્દ્રસૂરિજીએ કુમારપાળને પોતાનાથી પહેલાં મોક્ષમાં મોકલ્યા.
પણ, મોક્ષ વખતે જ સાથ કેમ ઈચ્છો છો ? અત્યારે જ સાથ લઈ લો ને ? કોણ ના પાડે છે ?
સાધુતા વિના સિદ્ધિ નથી એ તો જાણો છો ને ? સાધુ બન્યા વિના સિદ્ધ શી રીતે બનાશે ?
૦ આરાધના - સાધના સારી થઈ છે, તે શી રીતે જાણી શકાય ? મનની પ્રસન્નતાથી. પ્રસન્નતા વધે તે સાચી સાધના.
• પૂ.પં. ભદ્રંકરવિ. ને “ધ્યાનવિચાર' નામનો અલભ્ય ગ્રંથ સ્વજન્મભૂમિ પાટણમાં જ મળ્યો. પૂ.પં. ભદ્રંકરવિ., અમૃતભાઈ કાળીદાસ વગેરેએ સાથે મળીને તે “નમસ્કાર સ્વાધ્યાય” ગ્રંથમાં પ્રકાશિત કર્યો.
ધ્યાનવિચાર' ગ્રંથ પ્રકાશિત કરીને પૂ.પં. મ.સા.એ ખૂબ જ ઉપકાર કર્યો છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
4 * * * * * * * * * ૩૨૩