________________
તે સરસ્વતીનું અપમાન છે.
વાણીના ચાર પ્રકાર : વૈખરી : આપણે ઉચ્ચાર કરીએ છીએ તે.
વૈખરી વાણી આમ સ્થૂલ કહેવાય, પણ બીજી અપેક્ષાએ બધી વાણીનું એ મૂળ છે. એનાથી સાધનાનો પ્રારંભ થઈ શકે. પ્રભુના સ્તોત્રો, નવકાર વગેરે ઉચ્ચારણપૂર્વક બોલો. આ વૈખરી વાણી થઈ. એની સહાયતાથી તમે ધીરે ધીરે આગળ વધી શકો.
સ્તોત્રપૂર્વક જો તમે જાપ કરશો તો મન એકદમ એકાગ્ર બની જશે. પૂજા કર્યા પછી સ્તોત્રમાં, સ્તોત્ર કર્યા પછી જાપમાં, જાપ પછી ધ્યાનમાં અને ધ્યાન પછી લયમાં તમે સરળતાથી જઈ શકશો.
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ॥
આ શ્લોક આ જ વાત જણાવે છે. આ શ્લોકના રચયિતા બપ્પભટ્ટસૂરિજી છે.
જ એક શ્રાવિકા પણ પ્રભુભક્તિથી સમાપત્તિની કક્ષાની ભક્તિથી કેવો અપૂર્વ આત્મવિશ્વાસ ધરાવે છે ? તે જાણવા જેવું છે. આખી ઉજજૈનનગરી શત્રુ-સૈન્યની કલ્પનાથી ભયભીત હતી. મયણા તે વખતે પણ નિર્ભય હતી. સાસુએ પૂછેલા સવાલના જવાબમાં તેણે કહ્યું : આજે પ્રભુ-ભક્તિ સમયે થયેલા અપૂર્વ આનંદથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આજે તમારો પુત્ર (શ્રીપાળ) મળશે. અને ખરેખર એવું જ થયું.
• જે વાણીથી તમે પ્રભુ-ગુણ ગાયા, સ્તોત્રો બોલ્યા, નવકાર બોલ્યા એ વાણીથી હવે તમે કડવું બોલશો ? ગાળો બોલશો ? જો જો. મા શારદા રીસાઈ ન જાય ! શારદાનો ગમે તેટલો જાપકરો, પણ વાણીની કડવાશ નહિ છોડો તો શારદા નહીં રીઝે. અપમાન થતું હોય ત્યાં કોણ આવે ?
૦ આપણે બધું પછી ઉપર રાખીએ છીએ. પણ અનુભવીઓ કહે છે કે આ ભવમાં, અહીં જ, અત્યારે જ
૩૨૨
*
*
*
*
*
*
*
*
*
* * * * કહે