________________
पालीताणा में वाचना, वि.सं. २०५६
ભાદરવા વદ ૮ ૦૨-૧૦-૧૯૯૯ : સવાર
પ્રભુના નામો અનંત છે. કારણ કે ગુણો અનંત છે, શક્તિઓ અનંત છે. એકેક નામ એકેક ગુણ અને શક્તિનો પરિચાયક છે.
પૂ. આનંદઘનજી કહે છે : એમ અનેક અભિધા (નામ) ધરે, અનુભવ-ગમ્ય વિચાર; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર.
* જીભ આપણી વિચિત્ર છે, એને ખાવા મીઠું જોઈએ, પણ બોલવા કડવું જોઈએ. સુભાષિતકાર કહે છે :
'शोभा नराणां प्रियसत्यवाणी'
મનુષ્યની શોભા રૂપ કે ઘરેણાથી નહીં, સત્ય અને મધુર વાણીથી છે.
કોઈપણ માણસ વાણીથી ઓળખાય. ઈન્દ્રભૂતિએ ભગવાન મહાવીરસ્વામીને શી રીતે પિછાણ્યા ? વાણીથી.
પ્રિય અને સત્ય વાણી બોલવી તે એક પ્રકારની સરસ્વતીની આરાધના છે. કડવી અને અસત્ય વાણી બોલવી
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* *
*
*
*
* *
* * * *
૩૨૧