________________
આથી તો આપણને કેવળજ્ઞાન નથી થતું ને ? એમણે સમતાભાવે કેવળજ્ઞાન મેળવી લીધું, આપણે કેવળજ્ઞાનને દૂર ને દૂર ધકેલીએ છીએ.
પાણીમાં લોઢું, લાકડું ને કાગળ નાખો. એક ડૂબી જશે (લોઢું), બીજા બે લાકડું અને કાગળ તરશે. તેમાંય લાકડું તો પોતે ય તરે ને બીજાનેય તારે. કાગળ પોતે તો તરે પણ બીજાને ન તારી શકે. લોઢું પોતેય ડૂબે ને બીજાનેય ડૂબાડે.
આપણે કોના જેવા ? આશ્રિતને તારનારા કે ડૂબાડનારા ?
- સમતા વારંવાર યાદ આવે માટે સાધુ દિવસમાં નવ વાર કરેમિભંતે બોલે.
પાંચ મહાવ્રતોથી પ્રાણાતિપાતાદિ પાંચેય અવતોથી વિરમણ થયું. સામાયિકના પાઠથી ક્રોધાદિ પાપોથી વિરમણ થયું. | મુખ્ય તો સામાયિકનો જ પાઠ છે. એ પ્રતિજ્ઞામાં સર્વ પ્રતિજ્ઞા આવી જ ગઈ, પણ વડી દીક્ષા વખતે વિશેષ મહાવ્રત એટલા માટે પણ ઉચ્ચારવામાં આવે છે કે તેટલા ગાળા દરમ્યાન શિષ્યની બરાબર પરીક્ષા થઈ શકે. જો કાંઈ એવું જણાય તો રવાના પણ કરી શકાય.
પૂ. કનકસૂરિજીએ એક વ્યક્તિને દીક્ષા આપી. પછી ખ્યાલ આવ્યો : આને માખી મારવાની ન જાય તેવી આદત છે. પૂ. બાપજી મ.ને પૂછાવ્યું : આનું શું કરવું ? પૂ. બાપજી મ.એ લખ્યું : રવાના કરવો. પછી તેને ઉત્પવ્રજિત કરવામાં આવ્યો.
- ૧૧મા ગુણઠાણે ચડેલા, ૧૪ પૂર્વી પણ અનંતા નિગોદમાં ગયા છે - એવું આપણને એટલા માટે કહેવામાં આવે છે કે આપણી સંયમમાં સાવધાની વધે. પ્રમાદ વધારવા માટે આનો ઉપયોગ નથી કરવાનો.
“એમના જેવા મહાપુરુષો પણ નિગોદમાં જાય તો આપણી સાધના શી વિસાતમાં ? મૂકો સાધના... કરો જલસા...!
આવું ઉંધું વિચારવા માટે આ નથી કહેવાયું. - મારો આત્મા ભારે છે કે લઘુ ? એનો અનુભવ
૩૦૮
*
*
*
*
*
*
*
*
* *
* * કહે