________________
નિર્મળ બનીને ટકી રહે. ત્રીજા વૈદ્યની જેમ આ સર્વ રીતે સુખકારી છે.
સ્થંડિલ માસુના ૨૪ સ્થાન જોવાના છે. આપણે અત્યારે “આઘાડે આસન્ન” (માંડલા) કરીએ છીએ તે એનું પ્રતીક છે.
આઘાડે આસ” માંડલા દ્વારા જ્ઞાનીઓની એ પણ નજર છે કે કોઈપણ સાધુ-સાધ્વી પોતાની કુદરતી હાજતને રોકે નહિ. એ રોકવામાં ઘણું નુકસાન છે.
- જૈન ધર્મને હરાવવા દીક્ષિત થનાર ગોવિંદ મુનિનું સાચું હૃદય-પરિવર્તન થયું ને ફરીથી દીક્ષા લીધી. આવું છે આ શાસન જે પોતાના વિરોધીઓને પણ પોતાનામાં સમાવી લે.
* કોઈ ભક્તિ આદિના કાર્યક્રમ મહાપુણ્યોદયે ગોઠવાયા હોય છે. પૂર્વમાં અહભિષેક વગેરે અનુષ્ઠાનો ગોઠવાતા, જેમાં બધા જ સાધુ-સાધ્વીજીઓ એકઠા થાય. ન જનાર સાધુ-સાધ્વીને પ્રાયશ્ચિત્ત આવે, એમ છેદસૂત્રોમાં લખ્યું
૦ પ્રશ્ન : કેવળજ્ઞાનીને શું બાકી રહ્યું જેથી તીર્થકરની દેશના સાંભળવા બેસે ? જરૂર શી ? સમવસરણમાં કેવળી પર્ષદાની ગોઠવણ શા માટે ?
ઉત્તર : આ વ્યવહાર છે, ઔચિત્ય છે. ગુરુને જોઈને શિષ્યો પણ શીખે. બીજા લોકોને પણ ભગવાન પ્રત્યે બહુમાન જાગે. તીર્થકરનો મહિમા વધે.
જુઓ તો ખરા ! ગુરુ ગૌતમસ્વામી છદ્મસ્થ છે. ૧પ૦૦ તાપસો કેવળજ્ઞાની છે, છતાં ગુરુની પાછળ ચાલે છે. કેવળજ્ઞાની શિષ્ય, છદ્મસ્થ ગુરુ ચંડરુદ્રાચાર્યને ઉપાડીને ફરે છે, લાકડીના માર પણ સહે છે. કેવળી કુર્માપુત્ર છ મહિના સુધી મા-બાપની સેવા કરે છે. સાચે જ, વ્યવહાર બળવાન છે.
– મૃગાવતીની જગ્યાએ આપણે હોઈએ તો ગુરુને કહી દઈએ : “તમે કેમ એકલા એકલા જતાં રહ્યાં ? મને કેમ કહ્યું નહિ ? ભૂલ તમારી છે, મારી જરાય નહિ. હું કાંઈ રખડવા નહોતી ગઈ, જેથી તમે મને ઠપકારો છો !'
કહે
*
*
*
*
* *
*
* * ૩૦૦