________________
વિ. ૨૨-૦૧-૨૬૬૭, વાવ(
૪)
ભાદરવા વદ ૩ + ૪ ૨૮-૦૯-૧૯૯૯, મંગળવાર
- “સમો ફુવ સવિશે શું નડ્ડા '.
ગૃહસ્થપણામાં રહીને પણ આવી સાધના કરી શકાય છે. જેથી જ્ઞાનીઓને પણ કહેવું પડે : તમે સાધુ જેવા બન્યા.
ઉદાયી રાજા, કામદેવ, આનંદ વગેરેના દૃષ્ટાંતો વાંચો. ઉપાસક દશા વાંચો. ભગવાનના ૧૦ શ્રાવકો કેવા મહાન હતા ? ભગવાન મહાવીરે પણ કહ્યું : આજે રાત્રે આનંદ શ્રાવકે ઉત્કૃષ્ટ પરિષદો સહન કર્યા.
'जास पसंसइ भयवं दढव्वयत्तं महावीरो ।'
આ રીતે જ શ્રાવકપણાની કરણીથી સાધુ ધર્મ માટેની પાત્રતા આવે. એ રીતે મળેલું ચારિત્ર સફળ બને.
જ પ્રશ્ન : ચારિત્રના પરિણામ આવી ગયા હોય તો વિધિની શી જરૂર ? ન આવ્યા હોય તોય શી જરૂર ? નિરર્થક છે બંને રીતે.
હરિભદ્રસૂરિજી કહે છે : અમારી આ વિધિ એવી છે કે ચારિત્રના પરિણામ ન જાગ્યા હોય તો જાગે. જાગેલા હોય તો
૩૦૬
*
*
*
*
*
*
*
* * *
* કહે