________________
પ્રતીક છે.
એ ગાંઠને વીંધ્યા વિના સમ્યગૂ દર્શન મળી શકે નહિ.
ગ્રંથિની નજીક લાવનાર ચાર દૃષ્ટિઓ છે : મિત્રા, તારા, બિલા, દીપ્રા.
ગૃહસ્થને ધન વિના ન ચાલે, સતત તે માટે ઉદ્યમ કરતા જ રહે, તેમ સાધુને જ્ઞાન વિના ન ચાલે, સતત સ્વાધ્યાય કરતા જ રહે. ગૃહસ્થને કેટલું ધન મળે તો તૃપ્તિ થાય ?
ગૃહસ્થને ધનમાં તૃપ્તિ ન હોય તેમ સાધુને જ્ઞાનમાં તૃપ્તિ ન હોય. એ માટે એ સતત પ્રયત્નશીલ હોય.
અવિદ્યા – અજ્ઞાન - મિથ્યાત્વ એક છે.
વિદ્યા – જ્ઞાન - સમ્ય દર્શન એક છે. આ પર્યાયવાચી શબ્દો છે. હમણા બહેનોએ પૂછ્યું : સમ્ય દર્શનની નજીક શી રીતે જવાય ?
ઉત્તર : સભ્ય દર્શનની પૂર્વ ભૂમિકારૂપે ચાર દૃષ્ટિઓ છે. જેમ જેમ દષ્ટિમાં વિકાસ થતો જાય તેમ તેમ સમ્ય દર્શનની નજીક જતા જઈએ. સમ્યગૂ દર્શનની પૂર્વભૂમિકાઓ જાણવા આ યોગદષ્ટિઓ ખાસ વાંચવા - સમજવા જેવી છે.
૨ પ્રદર્શક અને પ્રવર્તક બે પ્રકારના આ જ્ઞાનમાં પ્રદર્શક જ્ઞાન બોજરૂપ છે. ગધેડા પર ચંદનના ભાર જેવું છે. જીવનને બદલાવી દે એ જ સાચું જ્ઞાન, પ્રવર્તક જ્ઞાન !
મિત્રાદષ્ટિનું પ્રથમ જ લક્ષણ આ છે : “નિષ નિં ચિંત્તમ્ ' અત્યાર સુધી પ્રેમનો પ્રવાહ જે કંચન અને કામિની પ્રત્યે હતો તે હવે ભગવાન પર વહેવા માંડે છે.
દશાનં ચિત્તમ્ , મન, તન્નમસ્વર વ ચ - વચન; પ્રામાદ્રિ ૨ સંશુદ્ધ+, - કાયા, યોવનમજુત્તમ છે. આ મિત્રાદષ્ટિના લક્ષણો છે.
સંજ્ઞાથી પ્રેરાઈને જો કોઈ ભક્તિ કરતો હોય તો તે યોગબીજ ન કહેવાય.
ગુણ બે પ્રકારના : એક દેખાવ ખાતરના, બીજા હૃદયના, વાસ્તવિક.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* * *
* *
* * *
* * ૩૦૩