________________
उपादेयधियाऽत्यन्तं । संज्ञाविष्कम्भणाऽन्वितम् । તામિમધિરહિતમ્ । ભક્તિ હોય ત્યાં વૈરાગ્ય હોય. સંસારના વિષયો વિષ્ઠા જેવા લાગે. આ પહેલી દૃષ્ટિના ગુણો છે. તે ગુણોનો વિકાસ ઉત્તરોત્તર વધતો જાય. દૃષ્ટિ એટલે શ્રદ્ધાયુક્ત જ્ઞાન. જ્ઞાન પ્રકાશરૂપ છે, જેનાથી જીવન આલોકિત થાય છે. પ્રથમ દૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ તણખલાના અગ્નિ જેવો કહ્યો છે, જે સળગીને તરત જ શાંત થઈ જાય.
પ્રથમ દૃષ્ટિમાં ક્યારેક આત્મિક આનંદની ઝલક આવે છે, પણ એ વધુ ટકતી નથી. ઝલક આવે છે ને વીજળીવેગે ચાલી જાય છે. ભલે એ ચાલી જાય, પણ અંદર ફરી એ મેળવવા અદમ્ય લાલસા મૂકતી જાય છે. પછી એ આનંદને શોધવા સાધક ખોજી બને છે. ભિન્ન-ભિન્ન મતોને તટસ્થભાવે અવલોકે છે.
ત્યારપછી ૪થી દૃષ્ટિમાં ગુરુનો અનુગ્રહ વર્ણવતાં કહ્યું છે : ‘ગુરુમપ્રિભાવેન, તીર્થીવર્ગનું મતમ્ ।'
પ્રભુદર્શન અહીં ગુરુ દ્વારા મળી શકે; ભલે આ ક્ષેત્રકાળમાં ભગવાન ન હોય.
જગતના જીવો કંચન
કામિનીના દર્શનમાં એટલા ગળાડૂબ ડૂબેલા છે કે ભગવાનના દર્શનની કદી યાદ જ નથી આવતી.
આવા લોકો કહે : અસ્મિન્નસાર-સંસારે, સારું સારંગતોષનાા સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા પ્રભુના ગુણોની
સ્પર્શના.
ભાવ અરિહંત ન મળે ત્યાં સુધી નામ અને સ્થાપનામાં ભક્તને પ્રભુ દેખાય.
પ્રેમીના પત્રમાં, પ્રેમીના ફોટામાં જેમ સાક્ષાત્ મિલનતુલ્ય આનંદ થાય તેમ પ્રભુ-નામ અને પ્રભુ મૂર્તિમાં ભક્તને મિલનતુલ્ય આનંદ થાય.
પ્રભુનો જાપ એ રીતે કરો કે મંત્રમાં તમને પ્રભુ દેખાય. પ્રભુ-મૂર્તિમાં તમે એવા દર્શન કરો કે તમને સાક્ષાત્ પ્રભુ દેખાય. અદ્ય મે સાં નન્મ, અદ્ય ને સત્તા યિા ।'
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
૩૦૪ **