________________
પૂ. ઓકારસૂરિજીએ પ્રશ્નપેપરમાં પૂછેલું :
ઉંઘમાં સાધુનું ગુણઠાણું રહે કે જાય ?
ઉત્તર : ઉંઘમાં સાધુનું ગુણઠાણું રહે, જાય નહિ. ઉંઘ વખતે પણ આત્મજાગૃતિ કાયમ રહે. માટે જ સાધુ ખાય છતાં ઉપવાસી કહેવાય. જ્યારે ખાઉધરો માણસ ઉપવાસ કરે તોય મન ખાવામાં જ હોય.
આ જ અર્થમાં ભરત ચક્રીને વૈરાગી કહ્યા છે. મનહી મેં વૈરાગી ભરતજી...'
તીર્થકરો ગૃહસ્થપણામાં લગ્ન કે યુદ્ધમાં પણ કર્મ બાંધે નહિ, પણ કાપે. ગૃહસ્થ જીવનમાં કર્મ કપાય છતાં શાન્તિનાથ આદિએ ચારિત્રની પસંદગી કરી ષખંડની ઋદ્ધિનો ત્યાગ કરી સર્વવિરતિ સ્વીકારી.
રાજમાર્ગ આ જ છે. આ રાજમાર્ગ જ જગતના જીવોને બતાવવાનો છે.
પ્રશ્ન : ઉપવાસમાં ચોલપટ્ટો પછી પડિલેહણ કરવામાં આવે.
વાપરેલું હોય તો ચોલપટ્ટો પ્રથમ પડિલેહવામાં આવે, તેનું કારણ શું ?
ઉત્તર : વાપરતાં કોઈ સંનિધિ થયેલી હોય તો ધોઈ શકાય માટે.
આજે કે કાલે, જ્યારે પણ મોક્ષ જોઈતો હોય ત્યારે સમતાનો આદર કરજો. જો આમ જ હોય તો સમતાની સાધના આજથી જ શરૂ કેમ ન કરવી ? સમતા લાવવી હોય તો મમતા કાઢવી પડશે. કોઈ પણ ગુણ જોઈતો હશે તો તેનાથી વિરુદ્ધ દુર્ગુણ કાઢવો જ પડશે. દુર્ગુણ કાઢો એટલે સગુણ હાજર જ છે, એમ માનો. કચરો કાઢો એટલે સ્વચ્છતા ઓરડામાં પોતાની મેળે જ આવી જશે.
૨ સંયમ જીવન સ્વીકાર્યા પછી જો અહંકાર મમકાર દૂર ન થઈ શકે તો સાધના શી રીતે થઈ શકશે ? સાધનાના વિઘાતક પરિબળો આ જ છે. આ જ ગ્રંથિ છે, ગાંઠ છે, રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ. મમકાર રાગ અને અહંકાર દ્વેષનું
૩૦૨
*
*
*
*
*
* * * *
* * કહે.