________________
दाएं से पू. मुक्तिचन्द्र वि., पू.जीति वि વાતોષ સનતે g gીશ્રી વિજય રથ પકડો .
|
રહી
ભાદરવા વદ ર ર૭-૦૯-૧૯૯૯, સોમવાર
પ્રમાદ શત્રુ છે, છતાં મિત્ર માનીએ છીએ. ભવભ્રમણ પ્રમાદના કારણે જ છે. બીજા કર્મબંધના કારણો પ્રમાદમાં સમાઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચારેનો સમાવેશ પ્રમાદમાં થઈ જાય છે.
ભગવતીમાં પ્રશ્ન : ક્યા કારણે ભવભ્રમણ ?
ઉત્તર : પ્રમાદ...! માત્ર એક જ શબ્દનો જવાબ ! પ્રમાદનું પેટ એટલું મોટું છે કે બીજા બધાને તે પોતાનામાં સમાવી લે છે.
ઉંઘમાં તો પ્રમાદ છે જ, આપણા જાગવામાં પણ પ્રમાદ છે; નિંદા - વિકથા - કષાય આદિ જાગતાનો પ્રમાદ છે. આત્મભાવમાં જાગૃત થવું તે સાચી જાગૃતિ છે. આત્મભાવમાં જાગૃત ન થઈએ ત્યાં સુધીની જાગૃતિ પણ પ્રમાદ જ છે.
સર્વવિરતિ એટલે અપ્રમત્ત જીવન ! દિનચર્યા જ એવી કે પ્રમાદનો અવકાશ જ ન રહે.
રાધનપુરમાં હરગોવનદાસ પંડિત પાસે બીજા કર્મગ્રંથમાં
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૦૧